ગુજરાતી, પંજાબી હોય કે સાઉથ ઇન્ડીયન ડીશ દરેક પકવાનમાં ભાતનું ખૂબ જ મહત્વ છે. અનેક લોકોને પ્રીય એવા ભાત જો થાળીમાં નથી પીરસાતા તો જાણે ભોજન અઘુરુ હોય તેવું લાગે છે. ત્યારે સ્વાસ્થ્ય માટે પણ ભાત ખૂબ જ પોષણક્ષમ આહાર છે. પરંતુ અત્યારની જીવનશૈલી અને આધુનિક ખેતીના પગલે ચોખામાં પણ અનેક પ્રકારનાં ફેરફાર જોવા મળ્યા છે. જેમાં સફેદ ચોખાએ સ્વાસ્થ્યને નુકશાન તો નથી પહોંચાડતા પરંતુ અમુક પ્રકારનાં દર્દમાં તેને આરોગવાની ડોક્ટર પણ ના કહે છે. ત્યારે લોકો બ્રાઉન રાઇઝ ખાવા પ્રેરાય છે. પરંતુ બ્રાઉન રાઇઝ બાદ તેના કરતાં પણ વધુ સ્વાસ્થ્યપ્રદ એવા બ્લેક રાઇઝ વધુ લાભદાઇ સાબિત થયા છે. તો આવો જાણીએ બ્લેક રાઇઝનાં વિશેષ ગુણ વિશે.
બ્લેક રાઇઝ એટલે કાળા ચોખામાં એન્થોસઇનિત નામનું તત્વ હોય છે જે ધમનીઓમાં બ્લોક જમા થવાથી અટકાવે છે. જે હદ્યને સંબંધિત બિમારી અટકાવે છે. આ ઉપરાંત તેમાં ફાઇબરનું પ્રમાણ પણ ભરપૂર હોવાથી જે શરીરનને અને પોષક તત્વો પૂરા પાડવાની સાથે-સાથે બ્રેસ્ટ કેન્સરની શક્યતાઓ પણ ઘટાડે છે. તેમજ ડાયાબીટીસ થવાની સંભાવનાને પણ દૂર રાખે છે. એન્ટી ઓક્સીડેન્ટનાં ગુણથી ભરપૂર બ્લેક રાઇઝ મગજને પણ કાર્યરત રાખે છે જેનાથી અલ્ઝાઇમરની સમસ્યાથી છૂટકારો મળે છે.