બ્લેક હોલની ચારો તરફ ક્ષિતિજ સીમામાં જે વસ્તું પડે તે પાછી આવી શકતી નથી
ઓફબીટ ન્યૂઝ
બ્લેક હોલ બ્રહ્માંડની એક એવી જગ્યા છે કે જ્યાંથી કશુંજ પાછું આવી શકતું નથી , આ બ્લેક હોલમાં વિદ્યુતચુંબકીય તરંગો પણ પાછા આવી શકતા નથી એટલે કે બ્લેક હોલમાંથી પ્રકાશ પણ પાછો આવી શકતો નથી. બ્લેક હોલ એ શક્તિશાળી ગુરૂત્વાકર્ષણ ક્ષેત્ર ધરાવતી ખગોળીય વસ્તું છે. તે પોતાના ગુરૂત્વાકર્ષણથી આસપાસની વસ્તુઓને પોતાની તરફ ખેંચે છે. આ બ્લેક હોલની ચારો તરફ ક્ષિતિજ સીમાં હોય છે. જ્યાંથી વસ્તું બ્લેક હોલમાં પડી તો શકે છે પણ પાછી આવી શકતી નથી.
બ્લેક હોલની સંપૂર્ણ શક્તિ શું છે?
બ્લેક હોલની સંપૂર્ણ શક્તિ તેના નાના કદમાં રહેલી છે. તે તેના કદમાં ઘણું વજન ધરાવે છે. આ કારણે તેનું ગુરુત્વાકર્ષણ ખૂબ જ શક્તિશાળી બને છે. આ શક્તિશાળી ગુરુત્વાકર્ષણ બળને લીધે, બ્લેક હોલ તેમની આસપાસ આવતી દરેક વસ્તુને ખેંચે છે અને ગળી જાય છે. તેનું ગુરુત્વાકર્ષણ બળ એટલું વધારે છે કે, જો કોઈ તારો પ્રકાશની ઝડપે તેની નજીકથી પસાર થાય તો પણ તે તેને પોતાની અંદર ખેંચી લે છે.
બ્લેક હોલનું અસ્તિત્વ
બ્લેક હોલનું અસ્તિત્વ જાણવું ઘણુજ અઘરું છે. બ્લેક હોલમાંથી કશુંજ પાછું આવતી શકતું નથી એટલે તેની હાજરી નોંધવી અઘરી છે. આ કારણે આઈન્ટાઈન પણ મુશકેલીમાં હતા કે બ્લેક હોલનું અસ્તિત્વ છે કે નહિ. આ બ્લેક હોલનું અસ્તિત્વ એવી રીતે ગણી શકાય કે અવકાશમાં અનેક તારાઓ એક ખાલી જગ્યાની આસપાસ પરીભ્રમણ કરતા હોય. બ્લેક હોલ પોતાના ગુરૂત્વાકર્ષણથી તારાઓને પાતાની તરફ જકડી રાખે છે. બ્લેક હોલની તસ્વીર લેવામાં આવી છે તે બ્લેક હોલ પૃથ્વીથી 5 કરોડ પ્રકાશવર્ષ દુર હોવાથી તેનુ નિરીક્ષણ કરવું અત્યંત અઘરું છે. આ બ્લેકહોલ ને જોવા માટે પૃથ્વી જેવડું મોટુ ટેલિસ્કોપ જોઈએ પણ એ શક્ય નથી , આ માટે વૈજ્ઞાનિકોએ દુનિયા ભરમાં 8 વિશાળ રેડિયો ટેલિસ્કોપ ગોઠવ્યા છે. અને તેમાંથી મળેલા ડેટા પરથી બ્લેકહોલની તસ્વીર તૈયાર કરવામાં આવી છે. આ ડેટા 10 લાખ જીબી જેટલો હતો. અને અમેરિકા અને જર્મની દ્રારા આ ડેટાને રેન્ડર કરવામાં આવ્યો છે.
બ્લેક હોલનું નિર્માણ કઈ રીતે થાય છે?
સૂર્ય જેવા મોટા કે તેના કરતા પણ અનેક ગણા મોટા તારામાં બળતણ પૂરુ થઈ જાય છે. ત્યારે તેમાં પ્રચંડ વિસ્ફોટ થાય છે. જેને સુપરનોવા કહે છે. અને વિસ્ફોટ પછી જે પદાર્થ વધે છે. તે ધીરે ધીરે કેન્દ્ર તરફ એકઠો થઈ ખુબજ ભારે ઘનતા વાળા દળમાં સ્વરૂપ લે છે. જેને ન્યુટ્રોન સ્ટાર કહે છે. આ ન્યુટ્રોન સ્ટારની ઘનતા અને કદ ઘણુ વધારે હોય છે. અને ગુરૂત્વાકર્ષણના કારણે તે કેન્દ્ર તરફ વધને વધુ જતો જાય છે. અને અંતે બ્લેક હોલમાં પરીણમે છે.