બ્લેક ગોલ્ડ ટી પ્રાઈવેટ કંપની નહી પરંતુ પરિવાર છે: “અબતકની મુલાકાત દરમિયાન ધવલ કારીયા અને મીત કારીયાએ મન ખોલીને વાતો કરી
રાજકોટની જાણીતી અને સૌની માનીતી અને સૌરાષ્ટ્રમાં જેમની એક આગવી પહેચાન છે એવી બ્લેક ગોલ્ડ ચાનો વેપારી મિત્રોનો એક ભવ્ય મેગા ડ્રો શહેરના મેરેડીયન હોલ ખાતે ઉજવાયો. આ ડ્રોમાં ટોટલ ૫૧ ઈનામો રાખવામાં આવેલ. જેમાં બમ્પર પ્રાઈઝ હોન્ડા બાઈક, બીજું પ્રાઈઝ રેફ્રીજરેટર તથા ત્રીજુ પ્રાઈઝ ૫ પીસનો ડાઈનીંગ ટેબલ સેટ અને ચોથુ પ્રાઈઝ વોશીંગ મશીન, પાંચમુ પ્રાઈઝ બાઈસીકલ, છઠ્ઠુ પાઈઝ માઈક્રોવેવ ઓવન અને સાતમુ પ્રાઈઝ ૨૪ ઈંચનું એલઈડી ટીવી આ સિવાયના સ્માર્ટ ફોન, ૧.૫ સિસ્ટમ, મ્યુઝીક સિસ્ટમ, મીકસર ગ્રાઈન્ડર વિગેરે ઈનામો રાખવામાં આવેલ હતા.
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાની, શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, આર.સી.સી.બેંકના સીઈઓ પુરુષોતમભાઈ પીપળીયાની વિશેષ ઉપસ્થિતિમાં અને વેપારી મિત્રોમાંથી મનોજભાઈ જશાણી, હસુભાઈ ઠુંમર, પ્રવિણભાઈ ઠુંમર, સંજયભાઈ પટેલ, રજનીભાઈ જોબનપુત્રા વિગેરે મિત્રોની ઉપસ્થિતિમાં આ ડ્રો યોજવામાં આવેલ. આ ડ્રોની અંદર પહેલુ ઈનામ સાવ સામાન્ય કરીયાણની દુકાન ધરાવતા શ્યામ પ્રોવિઝન સ્ટોરવાળા રમેશભાઈને લાગેલ. તેઓ ખુબ જ ઉત્સાહથી અને ઉમંગથી ઈનામને સ્વીકારેલ.
બીજુ ઈનામ રેફ્રીજરેટર સદગુ પ્રોવીઝન સ્ટોરવાળા હસમુખભાઈને અને ત્રીજુ ઈનામ ૫ પીસનો ડાઈનીંગ ટેબલ સેટ ગીરીરાજ પ્રોવીઝન સ્ટોરવાળા પૂર્વેશભાઈને લાગેલ. આ સિવાયના અલગ-અલગ ૫૧ ઈનામોનો ખુબ જ પારદર્શકતાથી અને પારિવારીક વાતાવરણમાં ડ્રો યોજાયેલો અને તમામ વેપારી પરિવાર સાથે ભોજન લીધું.
આ કાર્યક્રમમાં જજની પેનલ તરીકે વિશેષ રીતે અરવિંદભાઈ બચ્છા, જયેશભાઈ સોના અને અમિતભાઈ (અમિત જનરલ સ્ટોરવાળા) ઉપસ્થિત રહેલ. ખાસ કરીને અમારા સુપર સ્ટોકીસ્ટ એવા કે.કે.સેલ્સના કિશોરભાઈ ઉનડકટે કાર્યક્રમને સફળ બનાવવામાં ખુબ જ મહેનત કરેલ જેને બ્લેક ગોલ્ડ ટી પરીવાર બિરદાવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધવલભાઈ કારીયા અને મીતભાઈ કારીયાની આગેવાની હેઠળ પ્રદિપભાઈ કાનાબાર, હિતેશભાઈ કકકડ, કિર્તીભાઈ શીંગાળા, રફીકભાઈ અજમેરી વિગેરેએ જહેમત ઉઠાવી હતી તેવું અબતકની મુલાકાતે આવેલા ધવલ કારીયા, મીત કારીયાએ કહ્યું હતું.