બ્લેક ગોલ્ડ ચા દ્વારા ૧ કિલો, ર કિલો, અને પ કિલો ઉપર દિવાળીના તહેવારોને ઘ્યાનમાં લઇને અલગ અલગ સ્ક્રીમ: ‘ચા’ની ખરીદી પર બ્લેક ગોલ્ડ ટી દ્વારા ગ્રાહક કાર્ડના પોઇન્ટ.
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની જાણીતી બ્લેક ગોલ્ડ ટી કે જેમણે સૌરાષ્ટ્રમાં જેમની એક આગવી પહેચાન ઉભી કરી છે તેવી રાજકોટના લોકોની લોકપ્રિય બ્લેક ગોલ્ડ ટી, નાગરીક બેંક ચોક, પરાબજાર દ્વારા રાજકોટમાં દીપાવલી પર્વ બમ્પર સ્ક્રીમનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. ચાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બ્લેક ગોલ્ડ ટી દ્વારા ૧ કિલો, ર કિલો અને પ કિલોની ખરીદી પર દિવાળીના તહેવારોને ઘ્યાનમાં લઇને અલગ અલગ સ્ક્રીમો મુકવામાં આવેલી છે.
વલ્લભભટી પ્રાઇવેટ લીમીટેડના ધવલ કારીયા અને મિત કારીયાએ ઐતિહાસિક સ્કીમ વિશે સં૫ૂર્ણ માહીતી આપતા જણાવ્યું હતું કે ૧ કિલો ચાની ખરીદી ઉપર ૩ ક્ધટેનરના આશરે રૂ ૧૮૦ ની કિંમતનો પ્રીન્ટેડ સેટ ફ્રી આપવામાં આવે છે. તેમજ ર કિલોની ચાની ઉપર આકર્ષક
અવનવી ડીઝાઇના ૬ કપ કપ-રકાબીના સેટ ફ્રી આપવામાં આવી રહ્યા છે. જેની કિંમતા રૂ ૩૫૦/- છે. તદઉપરાંત બમ્પર સ્કીમ સ્વરુપે પ કિલો ચાની ખરીદી ઉપર રૂ ૧૪૫૦/- ની કિંમતના ચોરસ જમ્બો ચાર ડબ્બાનો ભવ્ય સેટ આપવામાં આવી રહ્યો છે. અમારા માનવંતા ગ્રાહકોમાં આ સ્ક્રીમ ઘુમ મચાવી રહી છે. સાથો સાથ ચા ની ખરીદી પર બ્લેક ગોલ્ડ ટી દ્વારા ગ્રાહક કાર્ડના પોઇન્ટ પણ આપવામાં આવે છે ત્યારે બ્લેક ગોલ્ડ ચા ની આ દિવાળી બમ્પર સ્કીમ ઘુમ મચાવી રહી છે.
રાજકોટ ખ્યાતનામ વલ્લભ ટી પ્રા. લી. આગળ આવી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરુ પાડનાર છે. ત્યારે દેશનું પ્રથમ ડીજીટલ, કેશલેસ, પેપરલેસ ચાનું આઉટલેટ ચલાવનાર ચાનું પ્રથમ કાઉન્ટર બની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડીઝાટલ ઇન્ડીયાના સ્વપ્નને સાકાર કરવા અને દેશની અંદર કેશલેસ પ્રણાલીને આગળ ધપાવવા વલ્લભભ ટી. પ્રા.લી. આગળ આવી છે.
માત્ર રાજકોટને જ નહીં પરંતુ સમગ્ર ભારતના ચા ના વેપારીઓને એક નવી દિશા આપવાનું કામ બ્લેક ગોલ્ડ ટી એ કર્યુ છે તેમજ વધુમાં જણાવ્યું હતું કે અમારી બ્લેક ગોલ્ડ ટી કોઇપણ જાતનો ભાવ વધારો કે કવોલેટીમાં બાંધછોડ કર્યા વગર આ સ્કીમ આપવામાં આવે છે.
અમારી બધી જ બ્રાન્ડ ઉપર આ સ્ક્રીમનો લાભ મળે છે. જેમ કે રેડકપ ૨૩૦ રૂપિયા કડક, ૨૯૦ રૂપિયા, મિકસ ૩૦૦ રૂપિયા અને મમરી ૩ર૦ રૂપિયાની કિલોના ભાવે આપવામાં આવે છે. આ તમામ બ્રાન્ડ ઉપર તમામ ગ્રાહકોને આમાંથી કોઇ પણ બ્રાન્ડની ચાની કિલોની ખરીદી પર સ્ક્રીમનો લાભ આપવામાં આવી રહ્યો છે.
રાજકોટના તમામ પ્રોવિઝન સ્ટોરમાં બ્લેક ગોલ્ડ ચાનીકોઇપણ બ્રાન્ડ ઉપલબ્ધ છે અને આ સ્કીમનો લાભ તમામ પ્રોવિઝન સ્ટોરમાંથી પણ મળશે. આપના વિસ્તાર સુધી બ્લેડ ગોલ્ડ ટી ન પહોચી હોય તો રાજકોટના સુપર સ્ટોકિસ્ટ કેકે સેલ્સ એજન્સી કિશોરભાઇ મોબાઇલ નં. ૯૪૨૮૨ ૭૧૦૨૦ તથા આનંદ સેલ્સ એજન્સી દિપક કાનાબાર મો. ૮૧૪૧૧ ૨૦૪૫૧ નો સંપર્ક કરવા જણાવાયું છે.
ગ્રાહકો માટે એક બારકોડેડ પોઇન્ટ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડથી જ કાયમ ખરીદી કરવાની રહેશે જેથી તેમને રપ૦ ગ્રામ ની ખરીદી કરશે તો તેમના ખાતામાં પ પોઇન્ટ થશે પ૦૦ ગ્રામની ખરીદી પર ૧૦ પોઇન્ટ જમા થશે અને એક કિલોની ખરીદી પર ર૦ પોઇન્ટ તેમના ખાતામાં જમા થશે.
૧૦૦ પોઇન્ટ મેળવનાર ગ્રાહકને રૂપીયા ૧૦૦ અથવા અન્ય ગીફટ બેમાંથી જે યોગ્ય લાગે તે ગ્રાહક મેળવી શકશે. આ કાર્ડ આજીવન કાર્યરત કાર્ડ છે. આ સ્કીમને સફળ બનાવવા વલ્લભભાઇ ટી પ્રા.લી. ના મોભી દિનેશભાઇ ચાવાળાના માર્ગદર્શન હેઠળ ધવલ કારીયા, મીત કારીયા, હિતેષ કકકડ, રફીકભાઇ અજમેરી એ જહેમત ઉઠાવી રહ્યા છે.