મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે થશે પ્રારંભ: ભીમ એપ, પેટીએમ અને અન્ય કેશલેશ સુવિધાથી ચાની ખરીદી કરી શકાશે

રાજકોટની જાણીતી અને સૌની માનીતી અને સૌરાષ્ટ્રમાં જેમની એક આગવી પહેચાન ઉભી થઈ છે તેવી રાજકોટ શહેરની લોકપ્રિય બ્લેક ગોલ્ડ ચા દ્વારા ભારતનું પ્રથમ ડીજીટલ, કેશલેસ, પેપરલેસ ચાનું આઉટલેટ થવા જઈ રહ્યું છે. જેનો શુભારંભ ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના વરદ હસ્તે થવા જઈ રહ્યો છે. દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ડીજીટલ ઈન્ડીયાના સ્વપ્નને સાકાર કરવા અને દેશની અંદર કેશલેસ પ્રણાલીને આગળ ધપાવવા રાજકોટ શહેરની ખ્યાતનામ વલ્લભ ટી પ્રા.લી. આગળ આવી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂ‚ પાડી રહી છે. ત્યારે શહેરમાં નવી દિશા કંડારતા શ્રી વલ્લભ પ્રા.લી.ના ધવલભાઈ કારીયા અને મીતભાઈ કારીયાએ જણાવ્યું હતુ કે ભારતમાં સર્વપ્રથમ ડીજીટલ કેશલેસ, પેપરલેસ ચાના ઉટલેટનો શુભારંભ આવતીકાલે તા. ૭-૫ના રવિવારના રોજ સાંજે ૫.૩૦ કલાકે માન. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના વરદ હસ્તે કરવા જઈ રહ્યા છીએ. જેનોઅમોને ખૂબ આનંદ છે. ગર્વ અને હર્ષ સાથે જણાવીએ છીએ કે રાષ્ટ્રનિર્માણનાં હેતુને સાકાર કરવા માનનીય વડાપ્રધાનશ્રીને અપીલને સહર્ષ સ્વીકારતા અને દેશ તથા દેશના અર્થતંત્રને મજબુત બનાવવાના મહાયજ્ઞમાં અમો પણ સહભાગી બનીએ છીએ. જે હેતુથી અમારા માનવંતા ગ્રાહકોને અમો સંપૂર્ણ પણે કેશલેસ સુવિધાઓ પૂરી પાડીશું, જેમાં ભીમ એપ, પેટીએમ, અન્ય કેશલેસ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

શ્રી વલ્લભ ટી પ્રા.લી.ના કારીયા બંધુએ વધુમાં જણાવ્યું હતુ કે સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટના અમારા માનવંતા ગ્રાહકોને લીમીટેડ કંપની દ્વારા ૨૫ હજારથી વધુ ગ્રાહકોને બારકોડેડ ‘ગ્રાહક કાર્ડ’ આપવામાં આવશે. જેમાં ગ્રાહકની સંપૂર્ણ માહિતી ડેટા સ્વ‚પે સંગ્રહીત રહેશે. જેમકે ગ્રાહકનું નામ, મોબાઈલ નંબર, ગ્રાહક જે ચા નો ઉપયોગ કરે છે. તેની વિગત પણ ડેટા સ્વ‚પે સંગ્રહીત રહેશે. આ ગ્રાહક કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોને શ્રી વલ્લભ પ્રા.લી. દ્વારા ખાસ સુવિધા સ્વ‚પે પોઈન્ટ તેમના ખાતમાં જમા કરાશે જે પોઈન્ટ ગ્રાહકના ખાતામાં જમા હશે તે પોઈન્ટ દ્વારા તેમને ગીફટ અથવા તો રોકડ સ્વ‚પમાં ખરીદી સમયે બાદ કરી દેવામાં આવશે. જેનો લાભ પણ ગ્રાહકો મેળવી શકશે. સમગ્ર ભારતમાં સૌ પ્રથમ વખત આવા પ્રકારનું ચાનું રીટેઈલ કાઉન્ટર રાજકોટ શહેરમાં થવા જઈ રહ્યું છે. તેમ જણાવ્યું હતુ.

બ્લેક ગોલ્ડ ટી દ્વારા વધુમાં આ પ્રસંગે એક સ્કીમનો પણ પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ વખત ૨૫૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ અને ૧ કિલો એમ ત્રણેય પેકેટ ઉપર પ્રથમ વખત સ્કીમ મૂકવામાં આવેલ છે. જેમાં ૨૫૦ ગ્રામ ઉપર એક ફ્રીજ બોટલ ફ્રી આપવામાં આવશે, ૫૦૦ ગ્રામની ખરીદી ઉપર ૩ ફ્રીજ બોટલનો સેટ, ૧ કિલોની ખરીદી ઉપર ૬ ફ્રીજ બોટલનો સેટ આપવામાં આવશે.

અંતમં વલ્લભ ટી પ્રા.લી.ના કારીયા બંધુએ જણાવ્યું હતુ કે આ કેશલેસ મહાયજ્ઞમાં અમારા તમામ માનવંતા ગ્રાહકો આ શુભ ઘડીના સાક્ષી બને તે માટે અમો તમામ ગ્રાહકોને હૃદયપૂર્વક નિમંત્રણ પાઠવીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.