હિતેશ રાવલ, સાબરકાંઠા: દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે બ્લેક ફંગસ (મ્યુકોરમાઈકોસિસ) નામની નવી જાન લેવા બિમારીથી લોકોને ગભરાવાની જરૂર નથી. જો સમયસર આ બિમારી લગતી સારવાર મળી રહે તો આ મ્યુકોરમાઈકોસિસની બિમારીથી ચોક્કસ બચી શકાય છે. તેને લઈને ઇડરના સ્થાનિક ENTસર્જન ડોક્ટરે આપી વિશેસ માહિતી હતી.
હાલ ભારતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, હજુ તેમોથી દેશ બહાર આવી શક્યો નથી ત્યો નવી આફત આવી છે જેનું નામ છે બ્લેક ફંગસ (મ્યુકોરમાઈકોસિસ) નામની બીમારીના લક્ષણો દર્દીઓમાં જોવા મળી રહ્યાં છે. આ એક નવા પ્રકારની બીમારી જોવા મળી રહી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં આ બીમારીના વધુ કેસ જોવા મળી રહ્યા છે. મ્યુકોરમાઈકોસિસ નાકના સાયનસ અને આંખોને અસર કરે છે. આ રોગ મગજના કોષોને પણ નુકજસન કરી શકે છે. મ્યુકોરમાઈકોસિસની સમય સર સારવાર કરાવવી ખૂબ જરૂરી બની જાય છે, જો સમય સર સારવાર કારવામાં ન આવે તો આંખોની રોશની પણ જતી રહે છે.
મ્યુકોરમાઈકોસિસ ના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવાથી રોગ મોથી બચી શકાય છે. ENTસર્જન ડો. મહેશભાઈ સુથાર દ્વારા આ રોગ વિશે માહિતી આપવામો આવી કે, આ રોગ કઈ રીતે થાય છે અને કયા ઉપાય કારવામો આવે તો આ બીમારીમાંથી બચી શકાય છે.