સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં સેન્સેકસ અને નિફટીમાં મોટા કડાકા
ભારતીય શેરબજારમાં આજે સતત બીજી દિવસે મંદિની મોકાણ સર્જાય હતી. સપ્તાહના અંતિમ દિવસે સેન્સેકસ અને નિફટીમાં તોતીંગ કડાકા બોલી ગયા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ઘોવાણ સતત ચાલુ છે બુલીયન બજારમાં પણ મંદીનું મોજુ ફરી વળ્યું છે.
ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ બે દિવસ તેજી જોવા મળી હતી. દરમિયાન બુધવારથી ફરી મંદીની સુનાની આવી છે આજે સતત ત્રીજા દિવસે બજાર મંદિનો માહોલ રહેવા પામ્યો હતો. આજે સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં મુંબઇ શેરબજારના બન્ને આગેવાન ઇન્ડેકસ સેન્સેકસ અને નિફટી તોતીંગ કડાકા સાથે ખુલ્યા હતા. ઉઘડતી બજારે સેન્સેકસ 59156.64 પોઇન્ટની નીચલી સપાટીએ પહોંચી જતા એક સમયે એવું લાગતું હતું કે આજે સેન્સેકસ 59 હજારની સપાટી તોડશે. દરમિયાન ઇન્ફાડેમાં બજાર 59720.56 સુધિ ઉંચકયુંહતું. નિફટીએ આજે દિવસ દરમિયાન 17644.50 નું નીચલુંં લેવલ હાંસલ કર્યુ હતું. બેન્ક નીફટી અને નિફટી મીડ કેપ ઇન્ડેકસ પણ મંદીમાં ધકેલાયા હતા. આજે મહામંદીમાં પણ ઇન્ડસઇન્ડ બેંક, સીપ્લા, ડેલ્ટા કોર્પોરેશન, ટ્રેન્ડ અદાણી એન્ટરપ્રાઇઝ જેવી કંપનીના શેરોના ભાવોમાં વધારો જોવા મળ્યો હતો. જયારે વેદાન્તા, વોડાફોન, આઇડીયા, ટાટા ક્ધસ્ટ્રકશન, બંધન બેન્ક, અંબુજા સિમેન્ટ અને ઇન્ફોસીસ જેવી કંપનીના ભાવો પટકાયા હતા.
આ લખાય રહ્યુ છે ત્યારે સેન્સેકસ 678 પોઇન્ટના કડાકા સાથે 59255 અને નિફટી 202 પોઇન્ટના ઘટાડા સાથે 17675 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 11 પૈસાની નરમાશ સાથે 79.81 પર ટ્રેક કરી રહ્યો છે.