આપણે ત્યાં કહેવતો છે કે સારા કામ થતા હોય તેમાં કાળુ કુતરૂ કે કાળી બીલાડી ‘આડી’ પડે તો અપશુકન મનાય છે. તે જ રીતે કોઇપણ વસ્તુ ‘આડુ’ પડે ત્યારે અકસ્માતના ચાન્સ વધી જાય છે. કયારેક આપણી બેદરકારી અને આળસ આપણને ‘આડા’ પાડી દે છે વાત કરીએ તો રાજકોટ શહેરમાં ટ્રાફીકની સમસ્યા તંત્ર અને પ્રજા માટે માથાના દુખાવા સમાન થઇ ગઇ છે.
ત્યારે ઘણી વખત આપણને એવું લાગે છે કે ટ્રાફીકની સમસ્યાએ રાજકોટનાં ભૌગોલિક રસ્તાઓ અને લોકોની કાયદા પ્રત્યેની બેદરકારી, બેફીકરાઇ કે બેસરમીને લઇ આજે પણ ટ્રાફીકની સમસ્યા કાળુ કુતરું ‘આડા’ પડયા જેવી થઇ ગઇ છે. તંત્રની મથામણ ખુબ જ છે. પરંતુ સફળતા ત્યારે જ મળે જયારે પ્રજા પોતીકુ ગણી અને ટ્રાફીકને સરળ રીતે ચાલે તેમાં સાથ પુરાવે નહિંતર ફરી આપણે માન્યતાઓ વચ્ચે અને આપણા નસીબને કોષતા હોય તે રીતે કાળુ કુતરુ ‘આડુ’ પડયું જેવા ઘાટ થઇ જાય છે.