કેન્દ્રની મોદી સરકારની અણધડ અને દિશાવિહીન આર્થિક નીતિના કારણે રાતોરાત દેશના ૧૨૫ કરોડ નાગરિકો પર થોપી દેવામાં આવેલ નોટબંધીના નિર્ણયને તા.૮મી નવેમ્બરના રોજ એક વર્ષ પૂર્ણ થશે. ત્યારે કેન્દ્રની ભાજપ સરકારના આર્થિક પાયમાલીના નિર્ણય સામે દેશના નાગરિકોના હિતમાં રાજયના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા શહેર-જિલ્લાના મુખ્ય ચાર રસ્તા પર કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમની માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા વિચાર્યા વિના લીધેલ પગલાં કારણે દેશમાં તમામ ધંધા-રોજગાર પર અને તમામ વર્ગને ભારે સામનો કરવો પડયો છે. નોટો બદલવા માટે દેશના નાગરિકોમાં અંધાધૂધી ફેલાઈ ગઈ જેના કારણે અનેક જગ્યાઓએ મૃત્યુની ઘટનાઓ પણ બની હતી. દેશના અર્થતંત્રને મોટાપાયે માઠી અસર થઈ છે. નાના-મોટા વેપારીઓ ધંધા રોજગાર પડી ભાગ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.