જવાબદારો સામે યોગ્ય તપાસ કરી કડક પગલા લેવા લોકોની માંગ
સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે ભુમાફીયાઓ દ્વારા ખનીજસંપત્તીનું ખનન અને વહન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે થાન તાલુકાનાખાખરાળા અને વગડીયા ગઢડા ખમપાલિયા કોલસા માટે વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ તેમજ મામલતદાર સહિતની ટીમે ગેરકાયદેસર ખનીજચોરી અંગે ચેકીંગ હાથધરી રહ્યું છે પણ પોલીસ તંત્ર બેરોકટોક રીતે હપ્તા ઉઘરાવી અને ખનીજ માફિયાઓ ને પ્રોત્સાહન આપતા હોવા નું સ્થાનિક લોકો એ જણાવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મૂડી સાયલા પંથકમાં થી બેફામ રીતે રેતી ચોરી તેમજ કોલસાની ચોરી કરવામાં આવી રહી છે ને ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીનો હોય કે ગૌચર જમીન અને ખોદકામ કરી અને કોલસો કાઢવામાં આવી રહ્યો છે ત્યારે આ વિસ્તારોમાં 24 કલાક દિવસ-રાત પોલીસની રહેમ નજર તથા હપ્તા પધ્ધતીથી ભુમાફીયાઓ દ્વારા મોટાપાયે ગેરકાયદેસર ખનીજ સંપતીનું ખનન અને વહન થઈ રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી પરંતુ સ્થાનીક પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય સહિત અન્ય પોલીસ વિભાગો સહકાર ન આપતાં હોવાનું અને ભુમાફીયાઓને છાવરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
થાન અને મૂળી પંથકમાં જ ફક્ત 700થી વધુ ગેરકાયદેસર ખાડાઓ ખોદી ભૂમાફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી છે.
જેમાં સ્થાનિક પોલીસ અને સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ પ્રકારની બ્રાન્ચ દ્વારા ખનીજ માફિયાઓ પાસેથી એક ડમ્ફર ડીટ એક માસના 35000 અને ખાડા ખોદવા ના 1.30 લાખ રૂપિયા લેવામાં આવતા હોવાની ચર્ચાએ જોર પકડયું છે તેવા સંજોગોમાં 12 કરોડ રૂપિયાનો વહીવટ કરવામાં આવતા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
ત્યારે લોકલ ક્રાઇમ બ્રાંચના બે કર્મચારીઓ આ નાણાં ઉઘરાવી આપતા હોવાની ચર્ચા છે.અને ખોદકામ સ્થળે તે રૂબરૂ જોવા મળતા હોવા ની ચર્ચા એ પણ જોર પકડ્યું છે.
ત્યારે આ બાબતે શું સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા સહિત પ્રશાસન વિભાગ અજાણ છે? તો આ બાબતે જાણકાર હોય તો કાયદેસરની કાર્યવાહી કેમ કરી રહ્યા નથી તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે
સરકારી અધિકારીઓ અને સંડોવાયેલા પોલીસની તપાસ કરી અને સરકાર અને ગૃહ વિભાગ કડક પગલાં લે તેવી થાન વાસીઓ ની માંગણી છે..