• packets

કચ્છના અબડાસામાંથી સતત બીજા દિવસે ચરસનો જથ્થો મળી આવ્યો છે. હજુ ગઈકાલે જ જખૌની શિયાળ ક્રિક નજીકથી ચરસનું રેઢુ પેકેટ મળી આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યા બાદ આજે વહેલી સવારે પિંગલેશ્વર અને નાયરો નદી વચ્ચેથી શંકાસ્પદ પાર્સલમાંથી ચરસના આઠ પેકેટ મળી આવ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર આજે સવારે સાડા છ વાગ્યાં આસપાસ પિંગલેશ્વર અને નાયરો નદી વચ્ચેથી પીએસઆઈ બી.આર. કોલી અને એમની મરીન કમાન્ડો ની ટીમ દિપક ભડાણીયા, સંજય યુ.પરમાર, ભાવેશ જોટવા, મહાવીરસિંહ જેઠવા, સાગર મહીડા, જુવાનસિંહ ગોહિલ, ક્રુષ્ણદેવસિંહ સરવૈયા, ડ્રાઈવર દેવેન્દ્રસિંહ ડોડીયા તથા બી.બી.સંઘાર સાથે કોસ્ટલ પેટ્રોલીંગમાં હતાં ત્યારે શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થનો એક કોથળો મળી આવેલ હતો. જેને ખોલતા તેમાંથી ચરસનાં પેકેટ નંગ 8 મળી આવેલ હતા. જેને જખૌ પોલીસ સ્ટેશન માં જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હજુ ગઈકાલે જ અબડાસા તાલુકાના જખૌના દરિયાઈ વિસ્તારમાં લાંબા સમય બાદ ચરસનું એક પેકેટ એજન્સીએ ઝડપી પાડતા ફરી તપાસની ગતિવિધી તેજ બનવા પામી છે. વિગતો મુજબ સીમા સુરક્ષા દળ અને.આઈ.બીની ટીમે જખૌના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે શિયાળ ક્રીક નજીક એક શંકાસ્પદ ચરસનું પેકેટ મળી આવ્યો હતો. હાલ આ પેકેટ કઈ બ્રાન્ડનું છે. કયાની બનાવટ છે તે અંગેની જાણકારી મળી નાથી. આ બાબતે જખૌ પોલીસ માથકના પી.એસ.આઈ એચ.ટી. મજેઠીયાના જણાવ્યા પ્રમાણે હજુ સુાધી પોલીસને પેકેટ સોપાયું નાથી, જે સોપાયા બાદ વધુ હકીકતો બહાર આવવા પામશે. અગાઉ મળી આવેલ પેકેટ અફઘાન પ્રોડકટના હતા. એપ્રિલ 2023 થી 15 ઓગસ્ટ 2023 સુધી 81 ચરસ અને 10 પેકેટ હિરોઈનના મળી આવ્યા હતા.

જેતે વખતે મોટાભાગના ડ્રગ્સ કુંડીબેટ, ખીદરત બેટ, શેખરણ ટાપુ પાસેાથી બિનવારસી મળી આવ્યા હતા.મોટાભાગનું ચરસ 1 કિલોગ્રામનું હતું જે આજે ઝડપાયેલ પૈકીનું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.