રાજકીય આગેવાનો જમીન સંપદાને પહોંચાડતા નુકશાન
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ મુળી તાલુકાનાં ગામોમાં મોટા પ્રમાણમાં ખનિજ કાર્બોસેલ મળી આવે છે ત્યારે ગૌચર જમીન ખરાબાની જમીન વનવિભાગ ની જમીન અને માલિકીની જમીનમાં મોટા પ્રમાણમાં ખનિજ મેળવવા ખોદકામ કરી ખનન વહન થઈ રહ્યું છે પરંતુ રાજકીય ઓથ ધરાવતા ખનિજ માફીયાઓ સરકાર અને તંત્ર અને કાયદાઓ ને ઘોળી ને પી ગયા હોય તેવું નરી આંખે દેખાય આવે છે
સરકાર દ્વારા ઓપન કટીંગ લીઝ ફાળવવામાં આવી છે તેને વર્ષો થઈ ગયા છે એમાં ખનિજ પણ હાલ નથી તેમછતાં આ લીઝો ચાલુ રાખવામાં આવે તેનાં પાસ પરમીટ ની રોયલ્ટી દ્વારા ગેરકાયદેસર ખનિજ ને કાયદેસર કરવામાં આવે છે આ અન્ય જગ્યાએ ગેરકાનૂની ખોદકામ કરી કોલસાની ટ્રક ભરવામાં આવે છે તેનાં પાસ પરમીટ આ લીઝ ધારકો આપે છે અને વેપલો કરવામાં આવે જેમાં એકટન કોલસાનું પાસ રોયલ્ટી નાં એકટન નાં ભાવ રૂપિયા-1200 લીઝ ધારકો લેતાં હોય છે એટલે દરરોજ ની 10 ટ્રક નાં પાસ રોયલ્ટી વેચવામાં આવે એટલે દરરોજ લીઝ ધારકો ને 1,20,000 જેવી આવક થવા પામે છે સરકાર ની રોયલ્ટી બાદ કરતાં અને ગેરકાનૂની ખોદકામ દરમિયાન આવેલ કોલસો અન્ય રાજ્યોમાં આશાની થી મોકલી શકાય છે
ઓપન કટીંગ લીઝ ધારકો થી થતું નુકસાન
ઓપન કટીંગ લીઝ ધારકો દ્વારા જે ખોદકામ કરવામાં આવેલ છે તેનો વેસ્ટેજ માલ બહાર ઠાલવવામાં આવે છે તેનાં લીધે ખેડૂતો નાં ખેતરોમાં કુદરતી રીતે આવતાં પાણી નાં વહેણ અને જતાં પાણી નાં વહેણ ખેતરમાં ફરી વળે છે અને ખેડૂતો નાં પાક ને મોટું નુક્સાન કરે છે જ્યારે મોટા પ્રમાણમાં વિસ્ફોટક બ્લાસ્ટ કરવામાં આવે છે ત્યારે ખેડૂતો નાં બોર અને મોટર ને મોટાપ્રમાણમાં નુકસાન થાય છે તેને લીધે અંદર નાં પાણી નાં ફંટાઈ જવાનાં કારણે ખેડૂતો પાણી વિહોણા બંને છે અને મોટરો બોરમાં ફસાઈ જવા પામે છે ત્યારે ખેડૂતો નાં છુટકે ખેતી બંધ કરવામાં આવે છે અને જમીન વેચવી પડે છે અને મજુરી કામે ફેક્ટરીમાં જવું પડે છે આ બાબતે ખેડૂતો રજુઆત કરી ચુક્યા છે પણ આજ દિન સુધી કોઈ પગલાં તંત્ર દ્વારા ભરવામાં આવેલ નથી સાથે સાથે પશુપાલકો ને પણ મોટી નુકસાની થઈ રહી છે ગાયો ચરાવવા માટે જમીન નથી રહી