મહિકા, દોલમઢ, જાલસિકા વિસ્તાર માં ખનીજ ચોરો બેફામ
વાંકાનેર તાલુકામાં સતત રાત દિવસ ધખમખતા ખનિજ ચોરોનો ત્રાસ લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે ત્યારે જાગૃત લોકો દ્વારા અનેકાનેક રજુવાત છતાં તંત્ર ટસ નું મસ ન થવા પાછળ ઉચ્ચ અધિકારીઓની મિલી ભગત હોવાની લોક ચર્ચાએ જોર પકડ્યું.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા,જાલસિકા,હોલમઢ વિસ્તારમાં કાળી રેતીનો કારોબાર સતત ફૂલી ફાલી રહ્યો છે.તેમજ રાત દિવસ સતત ઓવરલોડ ડમ્પરો ચાલવાથી એપ્રોચ રોડ પણ તૂટવા લાગ્યા છે. સ્થાનિક વાડી વિસ્તારના લોકો તેમજ મહિકા ગ્રામજનો દ્વારા અનેક રજુવાત કરવા છતાં તંત્ર માત્ર કાર્યવાહી કરશુ નો ઢોંગ આદરતી હોઈ તેમ લાગી રહ્યું છે. ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી મચ્છુ નદીમાં ચાલતી ખનિજ ચોરીના ઉચ્ચ અધિકારીઓની મીલી ભગત હોવાનું લોકચર્ચામાં જોર પકડા પુછે તો હવે તંત્ર દ્વારા ખનીજ ચોરો સામે કાર્યવાહી થશે કે કેમ?