પોલીસ અધિક્ષક  મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી તમામ પ્રકારની અસામાજીક પ્રવૃતિ સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા તેમજ જીલ્લામાં કોઇપણ જગ્યાએ બાયોડીઝલ કે અન્ય ક્વલનશીલ પ્રવાહી ગેરકાયદેસર રાખી, સ્ટોરેજ કરી, વેચાણ કરતા હોય તેવી ગે-ક પ્રવૃતિ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા ડી.એમ.ઢોલ સાડૂબ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગર નાઓને સુચના  આપી છે.

જે અન્વયે  ડી.એમ ઢોલ  એલ.સી.બી. ટીમના તમામ સ્ટાફને સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી જાતેથી તેમજ ખાનગી બાતમીદારો મારફતે ચોકકસ હકીકત મેળવી પોહી જુગારના વધુમાં વધુ સફળ કેશો શોધી કાઢવા ગે-કા હથિયારધારાના સફળ કૈસો, મિલ્કત વિરૂધ્ધના તથા અન્ય ગંભીર પ્રકારના ગુન્હાઓ શોથી કાઢવાની કાર્યવાહી કરવાની સાથોસાથ સુરેન્દ્રનગર જીલ્લામાં કોઇપણ જગ્યાએ ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ, સ્ટોરેજ થતું હોય તે અંગે ચોકકસ હકીકતો મેળવી ગેકા પ્રવૃતિ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલ.સી.બી. ટીમ દ્વારા મામલતદાર લીંબડી, જીલ્લા પુરવઠા અધિકારીની કચેરીના પુરવઠા નિરીક્ષકશ્રી, તેમની ટીમ વિગેરે અધિકારીઓ માથે સંકલન રાખી સંયુકત ઓપરેશન હાથ ધરી લીંબડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ અવધ હોટલના કમ્પાઉન્ડમાં પુર્વે બાજુ બનાવેલ ઓરડીમાં તથા ખુલ્લા વંડામાં ઔનભાઇ અભાભાઇ અસ્વાર જાતે રાજગોર બ્રાહમણ રહે.ગોકુળનગર, જામનગર વાળા ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ભરવાનો પંપ ઉભો કરી ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો સંગ્રહ કરી બાયોડીઝલનું વેચાણ કરે છે.

તેવી બાતમી હકીકત મેળવી તુરત જ સમગ્ર ટીમ દ્વારા તે જગ્યાએ છાપો મારી બાયોડીઝલ જેવું જવલનશીલ પ્રવાહી આશરે લીટર-12,000 કિ.રૂ.8,40,000/- તથા બાયોડીઝલ જેવા જવલનશીલ પ્રવાહી ભરવાનો ચુઅલ પં51 કિ25,000/- તથા બાયોડીઝલ સંગ્રહના સાધનો લોખંડના ટાંકા નંગ-2 કી.રૂ.1,00,000/- તથા બેરલ નંગ-5 કી..2500/- તથા કેરબા નંગ-4 કી.400/- બે હોર્સપાવરની ઇલેકટ્રીક મોટર નંગ-1 કિ.રૂ.5000/- તથા નાની મોટી નળીઓ નંગ-3 કી.ફા.00/00 તથા માપીયુ નંગ-1 કી.રૂ.00/- મળી કુલ રૂ.9,72,900/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન આરોપી ગોપાલભાઇ માલદેભાઇ અસ્વાર રહે.પીપળીયા તા.જામ ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા વાળાને પકડી પાડી તથા આરોપી અશ્વીનભાઇ અભાભાઇ અસ્વાર રહે જકાતનાકાની બાજુમાં, ગોકુળનગર, શેરી નંબર-3, જામનગર વાળો હાજર મળી નહી આવતા તમામ મુદામાલ કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ ઇ.પી.કો કલમ 278, 285, તથા આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ 3, 7, 11 મુજબનો ગુન્હો લીંબડી પોલીસ સ્ટેશનમાં રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.