ગુજરાતમાં સતત ત્રણ દાયકાી હારનાર કોંગ્રેસ વાસ્તવિકતાી દૂર “મુંગેરીલાલ કે હસીન સપનેની જેમ નગરપાલિકાઓ જીતવાના ખ્વાબ જોઇ રહી છે
ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ કે, જનતા જનાર્દનના આશીર્વાદી આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત તા જીલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપાનો ભવ્ય વિજય નિશ્ચિત છે. ભાજપાની પ્રામાણિક અને વિકાસલક્ષી શાસન વ્યવસને લીધે આજે ગુજરાતના નગરો પણ શહેર સમકક્ષ સુવિધાયુક્ત યા છે. તાજેતરમાં જ યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં સતત છઠ્ઠીવાર પ્રજાએ ભાજપાની વિકાસલક્ષી રાજનીતિ પર મહોર મારી છે.
વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતુ કે, ૧૯૯૫ પહેલા ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં ગામડાઓ તા નગરોની હાલત અત્યંત દયનીય હતી. કોંગ્રેસના શાસનમાં ગુજરાતના ગામડાઓ તા નગરોમાં પીવાના પાણી, રોડ-રસ્તા, વીજળી જેવી પ્રામિક સુવિધાઓ પણ શા માટે ઉપલબ્ધ નહોતી ? તેનો જવાબ કોંગ્રેસ આપે. ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટેની અબજો રૂપિયાની ગ્રાન્ટ કોંગ્રેસના શાસનમાં ક્યાં જતી રહેતી ? તેનો જવાબ કોંગ્રેસ આપે.
વાઘાણીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોંગ્રેસની સતત ત્રણ દાયકાી હાર ઇ છે, ગુજરાતની પ્રજા કોંગ્રેસને સ્વીકારવા તૈયાર ની, કોંગ્રેસ તેનો જનાધાર ખોઇ બેઠી છે છતાં, કોંગ્રેસ વાસ્તવિકતાી દૂર “મુંગેરીલાલ કે હસીન સપનેની જેમ નગરપાલિકાઓ જીતવાના ખ્વાબ જોઇ રહી છે. કોંગ્રેસ જ્યારે- જ્યારે સત્તા પર આવી છે ત્યારે, ભ્રષ્ટાચારે માઝા મુકી છે. કોંગ્રેસ માટે સત્તા એ ભ્રષ્ટાચારનું સાધન જ્યારે ભાજપા માટે સત્તા એ સેવા માટેનું માધ્યમ છે. કોંગ્રેસના જુઠ્ઠાણાઓ અને ઠાલા વચનોને ગુજરાતની જનતા સુપેરે ઓળખે છે.
વાઘાણીએ જણાવ્યું હતુ કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા “શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ગુજરાતના નાના નગરોના વિકાસ માટેના કાર્યો હા ધરાયા હતા. ભાજપાના ૨૨ વર્ષના સુશાસનમાં ગુજરાતના ગામડા સમૃધ્ધ તા સુવિધાસભર બન્યા છે. આપણે ગ્રામ સડક યોજના કી દરેક ગામને શહેરો સો જોડવામાં સફળ રહ્યા છીએ. જ્યોતિગ્રામ યોજના કી ગામોમાં પણ ૨૪ કલાક વીજળી પૂરી પાડી રહ્યા છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી હંમેશા કહે છે કે, “ગામડું એ દેશની આત્મા છે, ત્યારે ગ્રામ્ય વિકાસ કી રાજ્ય અને દેશનો વિકાસ કરવો એ ભાજપાની પ્રામિકતા રહી છે. દેશના નગરોમાં માળખાગત સુવિધાઓનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર સરકારની અમૃત મિશન યોજના અંતર્ગત ગુજરાતના એક લાખી વધુ વસ્તી ધરાવતાં ૩૧ નગરોની પસંદગી કરાઇ છે. જે અંતર્ગત રૂપિયા ૪,૫૫૩ કરોડના માળખાગત સવલતોના કામો હા ધરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતની નગરપાલિકાઓ તેમજ ગામડાઓ આધુનિક માળખાકિય સુવિધાસભર બને તે માટેની અનેક યોજનાઓ કાર્યાન્વિત છે. તમામ નગરપાલિકાઓમાં સી.સી.રોડ, ભૂગર્ભ ગટર યોજના અને ઘરે-ઘરે નળ દ્વારા પીવાના શુધ્ધ પાણીની સુવિધા તેમજ ચિલ્ડ્રન પાર્ક, તળાવોનું બ્યુટીફિકેશન વગેરે જેવા વિકાસકાર્યો કરવામાં આવ્યા છે.