ભાજપ પ્રમુખ ડો. ઋત્વીજ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી યુવાનોને સંબોધશે: ૫ હજારથી વધુ યુવાનો ઉપસ્થિત રહેશે

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. ઋત્વીજ પટેલની ઉપસ્થિતિમાં ૨૯ સપ્ટે. શુક્રવારના રોજ સાંજે ૫.૩૦ કલાકે શહેરમાં ૧૫૦ ફૂટ રીંગરોડ પર આવેલા જેડબલ્યુની સામે અમૃતસાગર પાર્ટી પ્લોટ ખાતે શહેર યુવા ભાજપ દ્વારા વિજય ટંકાર યુવા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.આ અંતર્ગત માહિતી આપતા શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મ પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળાએ જણાવ્યું હતુ કે શહેર યુવા ભાજપ દ્વારા આ વિજય ટંકાર યુવા સંમેલનમાં શહેરભરમાંથી અંદાજે પાંચ હજારથી વધુ યુવાનો ઉપસ્થિત રહેશે.તેમજ ભાજપા સરકાર દ્વારા યુવાનોને સ્પર્શતી વિવિધ યોજનાઓનો લાભ યુવાનોને મળે અને શિક્ષણ, નોકરી તેમજ ધંધો રોજગાર ક્ષેત્રે યુવાનો પ્રગતિ કરે તે અંતર્ગત આ સંમેલનમાં યુવાનોને વિસ્તૃત માહિતી આપવામાં આવશે.અને ગુજરતાની વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦ પ્લસ સાથે ભાજપનો ભવ્ય વિજય થાય તે અંગે યુવાનો કટીબધ્ધ થઈ સંકલ્પ લેશે. સંમેલનને સફળ બનાવવા પ્રદીપ ડવ, રેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ શહેર યુવા ભાજપના હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.