રાજકોટ-૬૮ના ભાગેડુ ધારાસભ્ય તરીકે પંકાયેલા ઈન્દ્રનીલે પાંચ વર્ષમાં શું કામ કર્યાં તેનો પ્રજાને જવાબ આપે: મુખ્યમંત્રી ‚પાણી માત્ર ફોર્મ ભરીને જતા રહેશે તો પણ કાર્યકરો ૫૦ હજાર મતે જીતાડશે
રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ બન્યા પછી ઉંદરડી દા‚ પી ગઈ હોય તેવો બકવાસ કરનાર રાજકોટ-૬૮ના ભાગેડુ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુ‚એ પ્રમુખ બનીને કોઈ મોટી ધાડ નથી મારી તેમ જણાવી ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન અને પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી અને વિધાનસભા-૬૯ના ઈન્ચાર્જ નિતીન ભારદ્વાજે આકરા શબ્દોમાં ટીકા કરી છે. બન્ને આગેવાનોએ જણાવ્યું છે કે ગુજરાતની પ્રજા જયારે પૂરમાં પીડાતી હતી ત્યારે પ્રજાદ્રોહ કરીને ઈન્દ્રનીલ રાજયગુ‚એ બેંગલોરમાં જલ્સા કર્યા હતા. અત્યંત શરમજનક રીતે ગુજરાત છોડીને ભાગી ગયેલા ઈન્દ્રનીલ રાજયગુ‚એ રાજકોટમાં આવીને પોતે જાણે કે પ્રજાના સેવક હોય તેવી ગુલબાંગો હાકી છે.ભંડેરી અને ભારદ્વાજે કહ્યું છે કે રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ભાજપનો વિજય દિવાલ પર લખાઈ ગયેલો છે. પરંતુ કૌભાંડના ચશ્મા પહેરેલા કોંગ્રેસના આગેવાનોને આ વાસ્તવિકતા દેખાતી નથી અને ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે તેવી રીતે ભાજપના પ્રમાણિક લોકો ઉપર આક્ષેપો કરીને પ્રજાને ભરમાવવાનો પ્રયાસ કરે છે.તેમણે કહ્યું છે કે કોંગ્રેસનો હાથ કૌભાંડોથી ખરડાયેલો છે અને તેમને ભાજપને ચેલેન્જ કરવાનો કોઈ હક જ નથી. ભારતીય જનતા પક્ષે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં શ્રેષ્ઠ સરકાર આપીને દેશને વિશ્ર્વસ્તરે મજબુત કર્યો છે. રાષ્ટ્રીયસ્તરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના વિઝનથી આજે વિકાસની ગાડી પૂરપાટ દોડી રહી છે ત્યારે અત્યારથી જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી ગયેલા ઈન્દ્રનીલ રાજયગુ‚ જેવા નેતાઓ લવારા ઉપર ઉતરી આવ્યા છે.નિતીન ભારદ્વાજે કહ્યું છે કે રાજકોટની ચાર બેઠકો જીતવાની વાતોના ગપગોળા હાંકનારા ઈન્દ્રનીલ રાજયગુ‚ને રાજકોટના ભાજપના કાર્યકરોની તાકાતનો પૂરેપુરો પરિચય છે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી રાજકોટમાં માત્ર ફોર્મ ભરીને જતા રહેશે તો પણ કાર્યકરો તેમને ૫૦ હજારથી વધુ મતે વિજેતા બનાવશે. તેમણે એમ પણ કહ્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પોતાની રાજકોટ બેઠક ઉપરથી જ ચૂંટણી લડવાના છે. હકીકતમાં ભાગવાનો વારો ઈન્દ્રનીલને આવ્યો છે અને તેથી જ રાજકોટ-૬૮થી ભાગી ગયા છે.તેમણે કહ્યું છે કે રાજકોટ-૬૮માંથી ચૂંટાયેલા ઈન્દ્રનીલ રાજયગુ‚એ ત્યાંની પ્રજાને શા માટે છોડી દીધી અને પોતે ભાગેડુ બની ગયા તેનો ખુલાસો કરવો જોઈએ. તેમના ધારાસભ્ય બન્યાને પાંચ વર્ષ પુરા થવા આવ્યા પરંતુ તેમણે કોઈ પ્રજાલક્ષી કાર્ય કર્યું નથી અને આવા સંજોગોમાં તે આ મત વિસ્તારમાં મોઢુ બતાવી શકે તેવી સ્થિતિમાં નથી. પોતાની આ લાચારી પરિસ્થિતિ છુપાવવા માટે હવે રાજકોટની ચાર બેઠકો જીતવાની ગુલબાંગો ફેંકી રહ્યાં છે.આ બંને આગેવાનોએ એમ પણ કહ્યું છે કે ચૂંટણીમાં પ્રપંચ રચવાનો આક્ષેપ કરનારા ઈન્દ્રનીલ રાજયગુ‚ અને તેમની કોંગ્રેસ જ પ્રપંચની ગંગોત્રી સમાન છે. ભારતીય જનતા પક્ષ હંમેશા મુકત અને ન્યાયી ચૂંટણીમાં માને છે અને તેથી જ ગુજરાતમાં વર્ષોથી ભારતીય જનતા પક્ષ ચુંટાતો આવે છે.શહેર કોંગ્રેસના પ્રમુખ બની ગયા પછી જાણે કે મોટી ધાડ મારી હોય તેવું નિવેદન કરનારા ઈન્દ્રનીલ રાજયગુ‚એ સાનમાં સમજી જવાની જ‚ર છે. જો તેઓ ભાજપની મજબુતાઈને પારખવામાં નિષ્ફળ જશે તો ઉંધા માથે પટકાશે.