- નગરપાલિકાઓની 1722 બેઠકો પૈકી 975 બેઠકોમાંથી 756 પર ભાજપ, 103 બેઠકો પર કોંગ્રેસ અને 114 બેઠકો પર અપક્ષોની જીત
- જુનાગઢ મહાનગરપાલિકામાં ભાજપ તોતીંગ બહુમતિ તરફ: 60 બેઠકોમાંથી 40ની મતગણતરીમાં 37 બેઠકો જીતી લીધી
- રાજકોટ જિલ્લાની તાલુકા પંચાયતની 6 બેઠકોની પેટા ચૂંટણીમાં પાંચ પર ભાજપની જીત: ડુમિયાણી બેઠક પર કોંગ્રેસ જીત્યું
- તળાજા નગરપાલીકા ચૂંટણીમાં વોર્ડ નં.1માં ભાજપના ચારેય ઉમેદવારો વિજય
તળાજા નગરપાલીકા ચૂંટણીમાં વોર્ડ નં.1માં ભાજપના ઈન્દુબેન ચૌહાણ 1097, ધર્મેન્દ્રસિંહ વાળા 1284, બીનાબા ભુપેન્દ્રસિંહ વાળા 1240,યશરાજસિંહ વાલા 1054 મતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ધોરાજી
કુલ 36 બેઠક વોર્ડ ન.7 વોર્ડ નં.1માં ભાજપના ચારેય ઉમેદવાર વિજય, વોર્ડ 2માં કોંગ્રેસના ચારેય ઉમેદવાર વિજય, વોર્ડ નં.3માં કોંગ્રેસના ચારેય ઉમેદવારનો વિજય
ઉપલેટા 87 ઉમેદવારો 8 વોર્ડ વોર્ડ નં.1 ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય વોર્ડ-2માં ભાજપના ચારેય ઉમેદવારો વિજય વોર્ડ-4માં ભાજપના 3 અને અપક્ષના 1 ઉમેદવારનો વિજય
જાફરાબાદમાં તમામ 27 બેઠકો પર ભાજપનો વિજય જાફરાબાદ નગરપાલિકામાં વિપક્ષને એક પણ બેઠક નહીં જાફરાબાદ નગરપાલીકામાં અગાવ 16 બેઠકો ભાજપ તરફી બીન હરીફ જાહેર થઈ હતી આજે જાહેર થયેલ પણિામમાં તમામ 27 બેઠકો ભાજપે કબજે કરી છે. રાજુલા જાફરાબાદ નગરપાલીકાની ચૂંટણીમાં ભાજપે કલીન સ્વીપ કરતા જાફરાબાદ નગરપાલીકામાં વિપક્ષને બેસવા પ્રાપ્ત જગ્યા પણ મળી નથી.
ઉપલેટા તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં ડુમિયાણીમાં કોંગ્રેસ અને મોટી પાનેલીમાં ભાજપનો વિજય
ઉપલેટા તાલુકાના મોટી પાનેલીની પેટા ચુંટણીમાં ભાજપનો વિજય તેમજ ડુમિયાણી તાલુકાની પેટા ચુંટણીમાં કોંગ્રેસ ના ઉમેદવાર સાજેદાબેન દિલાવરનો ભવ્ય વિજય થયો
રાજુલા નગરપાલિકાની ર8 બેઠકોમાંથી 16 પર ભાજપનો કબ્જો
રાજુલા નગરપાલિકાની ચુંટણીમાં ધારાસભ્ય હીરાભાઇ સોલંકીની ટીમનો દબદબો રહ્યો હોય તેમ ર8માંથી 16 બેઠકો પર ભાજપના ઉમેદવારો નો વિજય થયો છે. 1, ર, 3, 4 ના ભાજપના તમામ ઉમેદવારોની પેનલ વિજય જાહેર થયા હતા.
માંગરોળ નગરપાલિકાના વોર્ડ નં.1માં બસપાના ચારેય ઉમેદવારો વિજયી
માંગરોળ વોર્ડ નં.1માં પ્રથમ રાઉન્ડની ગણતરી પુરી થતા બસપાના ચારેય ઉમેદવારો વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. માંગરોળ નગરપાલીકા ચૂંટણી જંગમાં ભાજપ- કોંગ્રેસની જંગમાં બસપાએ કાઠુ કાઢયુંં છે.
ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નં.1ની પેટા ચૂંંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
રાજ્યમાં 16 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ નગરપાલિકાની પેટા ચૂંટણીની આજરોજ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ધાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર એક ના એક સભ્ય માટે પણ ચૂંટણી યોજાઈ હતી તેની મતગણતરી આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીની કચેરી ખાતે કરવામાં આવી હતી જેમાં આ પરિણામ જાહેર થઈ ગયું હતુ. ભાજપના ઉમેદવાર અમરાભાઇ ખોડાભાઈ ભરવાડ 1922 મતે વિજય થયો હતો ભાજપનો ઉમેદવારનો વિજય થતા ભાજપના કાર્યકરો તેમજ સુધરાઈ સભ્યોમાં આનંદ છવાયો હતો વિજેતા ઉમેદવારને અભિનંદન આપ્યા હતા અને શહેરમાં એક વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું અને વિજેતા ઉમેદવારે મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં તેમના વિસ્તારમાં વિકાસ ના કામો આગળ કરવામાં આવશે
રાણાવાવ નગરપાલિકા કુલ બેઠક 28 ભાજપ – 8, સમાજવાદી પાર્ટી – 12
કુતિયાણા નગરપાલિકા કુલ બેઠક 24 ભાજપ – 10, સમાજવાદી પાર્ટી – 2
ભાવનગરની તળાજા બેઠક પર કોંગ્રેસનો દબદબો: 12 બેઠકો પર પંજાની પકડ સિહોરની ચાર બેઠક પર ભાજપ અને ગારીયાધારની આઠ બેઠક પર પણ કમળ ખીલ્યું
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓ તેમજ પેટા ચૂંટણી માટે વડવા બ વોર્ડ તથા પાંચ તાલુકા પંચાયતની મતગણતરી પૂર્ણ થવા આવી છે. જેમાં ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ વડવા બોડની મતગણતરી એમીનીટી બિલ્ડીંગ રૂમ નંબર. 303 સરકારી ઇજનેરી કોલેજ વિદ્યાનગર ખાતે યોજાઇ હતી. મળતી માહિતી મુજબ તળાજા નગરપાલિકામાં 16 શીટોમાં 12 ઉપર કોંગ્રેસે કબ્જો જમાવ્યો છે જયારે ચાર બેઠક પર જ ભાજપનું કમલ ખીલ્યું હતું. બીજીબાજુ સિહોર નગરપાલિકામાંની ચારેય બેઠક પર ભાજપે કબ્જો મેળવ્યો છે. જયારે ગારીયાધારની આઠેય બેઠકો પર ભાજપે ભવ્ય જીત મેળવી હતી. ત્રણ નગરપાલિકાઓમાં તળાજા નગરપાલિકાની સરકારી વિનયન કોલેજ તળાજા ખાતે મત ગણતરી હાથ ધરાઇ છે. શિહોર નગરપાલિકાની એલ.ડી મુની હાઇસ્કુલ સિહોર ખાતે મતગણતરી હાથ ધરાઇ છે. તેમજ ગારીયાધાર નગરપાલિકાની એમ.ડી પટેલ હાઇસ્કુલ ગારીયાધાર ખાતે મત ગણતરી હાથ ધરાઇ છે. 5 તાલુકા પંચાયતની પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાઇ છે. જેમાં તળાજા તાલુકાના સરકારી વિનયન કોલેજ ખાતે તેમજ સિહોર તાલુકા પંચાયતની એલ.ડી મુની હાઇસ્કુલ સિહોર ખાતે તેમજ ભાવનગર તાલુકા પંચાયતની મીટીંગ હોલ મામલતદાર કચેરી ભાવનગર ગ્રામ્ય ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.3 માં 33.51 ટકા અને સિહોર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 61.27 ટકા, ગારીયાધાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 56.77 ટકા તથા તળાજા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 56.30 ટકા મતદાન થયું હતું. આમ,ત્રણેય નગરપાલિકામાં સરેરાશ 59.06 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જ્યારે તળાજા તાલુકા પંચાયતના ઉંચડી ખાતે 27.86 ટકા, નવા-જુના રાજપરા ખાતે 17.15 ટકા, ભાવનગર (ગ્રા) ના લાખણકા ખાતે 39.60 ટકા, શિહોર તાલુકા પંચાયતના વળાવડ ખાતે 37.59 ટકા અને સોનગઢ ખાતે 36.48 ટકા મતદાતાઓએ પેટા ચૂંટણીમાં મતદાન કર્યું હતું. આમ,5 તાલુકા પંચાયતમાં સરેરાશ 31.04 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
અમરેલી જીલ્લા નગરપાલીકામાં સર્વત્ર ભાજપ ભાજપ રાજુલા, જાફરાબાદ, ચાલાલામાં કેસરીયા શાસનનો જનાદેશ
સૌરાષ્ટ્રની સ્થાનીક સ્વરાજય સંસ્થાની ચુંટણીના પરિણામમાં આજે અમરેલી જીલ્લાની ચારેય નગરપાલિકામાં ભાજપનો કમળ સોળે કળાએ ખુલ્યું હોય તેમ જાફરાબાદ, ચાલાલા અને ચાલાલાની તમામ બેઠકો પર ભાજપનો વિજય વાવટો લહેરાવ્યો છે. તેમાં વિપક્ષને બેસવાનું પણું રહ્યુ નથી. રાજુલામાં પણ ભાજપાની બલે બલે થઇ હોય તેવું પરિણામ આવ્યું છે. જાફરાબાદ, રાજુલા અને ચાલાલામાં ભાજપના વિકાસ કાર્યોને લોકોએ ફુલડે વધાવી લીધા હોય તેવી રીતે જનાદેશને લઇને સર્વત્ર ભાજપનું કમળ ખુલ્યું છે. લાઠી નગરપાલિકામાં વોર્ડ નં. ર ચાર બેઠકમાં બે ભાજપ, એક અપક્ષ અને એકમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું છે.
જાફરાબાદ અને તાલાલામાં તમામ બેઠકો પર ભાજપ વિજય થઇ છે અને તેમાં વિપક્ષને બેસવાનું પણ રહ્યું નથી. ચાલાલમાં 24 બેઠક મળી છે.
દ્વારકા નગરપાલિકામાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું 28માંથી 24 સીટ પર ભાજપનો કબ્જો: સલાયાના વોર્ડ નં 1 અને 2માં આપનો વિજય: ઉત્સાહનો માહોલ
દ્વારકા નગરપાલિકા ચૂંટણી મા વોર્ડ નંબર 1 તથા વોર્ડ નંબર 2 તથા વોડ નંબર 5 માં ભાજપના પેનલનો વિજય થયો છે તેમજ તેમજ 9 સીટ બીનરી થયેલ છે દ્વારકા નગરપાલિકામાં 28 સીટમાંથી 12 નો વિજય થયો છે તથા 9 સીટ બીનારી થયેલ છે ટોટલ 21 સીટ માં ભાજપ આવેલી છે તેથી દ્વારકા નગરપાલિકામાં તેથી તેથી દ્વારકા નગરપાલિકામાં ભાજપનો કબજો થયેલો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અને બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ રહ્યુ છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં 1 અને 2 ની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જે બન્ને વોર્ડમાં આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારોની જીત થઈ છે. દ્વારકા નગરપાલિકામાં વોર્ડ નંબર એક અને બે માં ભાજપની પેનલનો વિજય થયો છે. જ્યારે દ્વારકાની વોર્ડ નંબર 3 અને 4 પહેલા જ બિન હરીફ થઈ ગઈ છે. જિલ્લામાં રવિવારે યોજાયેલા મતદાનમાં સરેરાશ 49.57 ટકા મતદાન નોંધાયું હતું. મતગણતરી સલાયા માટે પ્રાંત અધિકારીની કચેરી ખંભાળિયા ખાતે, ભાણવડ માટે સરકારી વિનયન કોલેજ ભાણવડ ખાતે, અને દ્વારકા માટે એન.ડી.એચ. હાઈસ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભરાણા અને જુવાનપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની મતગણતરી અનુક્રમે ખંભાળિયા તાલુકા પંચાયત કચેરી અને કલ્યાણપુર મામલતદાર કચેરી ખાતે થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલાં જ દ્વારકાની 28 માંથી 9 બેઠકો અને ભાણવડની 24 માંથી 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી.
ભાજપનો ગઢ ગણાતી દ્વારકા નગરપાલિકામાં પ્રથમ વખત 9 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે સલાયા નગરપાલિકા પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહી છે જો કે તેની આઠ બેઠકો પર આપે શરૂઆતથી કબ્જો મેળવ્યો છે.