તાલુકા જિલ્લા પંચાયત, નગરપાલિકા બાદ ગોંડલ પંથકમાં કોંગ્રેસને મરણતોલ ફટકો: ભાજપની પેનલને 5183, કોંગ્રેસને 199 મત જયારે ર4 રદ અને બે મત નોટામાં ગયા
ગોંડલ માર્કેટ યાર્ડ માં છેલ્લા 25 વર્ષ થી ભાજપ નું શાસન છે. ત્યારે ગઇકાલે જાહેર થયેલા પરિણામ માં ભાજપે તમામ 16 બેઠકો કબ્જે કરી સતા બરકરાર રાખી છે.ખેડૂત પેનલ માં ચૂંટાયેલા ભાજપનાં કુરજીભાઈ ભાલાળા-542,વલ્લભભાઈ ડોબરીયા-533,નાગજીભાઈ પાંચાણી-533,ગોપાલભાઈ શિંગાળા-533,ધર્મેન્દ્રસિંહ જાડેજા-528,કચરાભાઈ વૈષ્ણવ-526,જગદીશભાઈ સાટોડીયા-521,અલ્પેશભાઈ ઢોલરીયા-518,ધીરજલાલ સોરઠીયા-497,મનીષભાઈ ગોલ-452 મત મળ્યા હતાં.
જ્યારે કોંગ્રેસ નાં જીજ્ઞેશભાઇ ઉંઘાડ-14,ચંદ્રકાંતભાઈ ખુંટ-34,નિલેશભાઈ પટોડીયા-34,નિમેષભાઈ રૈયાણી-14,હરેશભાઈ વોરા-18,રાજુભાઇ સખીયા-23,ભવાનભાઈ સાવલીયા-46,લક્ષ્મણભાઈ સાવલીયા-16 મત મળ્યા હતા.
ગુજરાત માં ઉંઝા પછી નું બીજા ક્રમ નું અને સૌરાષ્ટ્ર નું અગ્રીમ ગણાતાં ગોંડલ માર્કેટ યાર્ડ ની યોજાયેલ ચુંટણી નું આજે પરીણામ જાહેર થતાં કોંગ્રેસ નાં પંજા ને કચડી ભાજપે બુલડોઝર ફેરવી તમામ બેઠકો કબ્જે કરી યાર્ડ પર ફરી સતા હાંસલ કરી છે.કોંગ્રેસ નાં એક ઉમેદવાર ને પુરા પંદર મત પણ નહિ મળતા આ ઉમેદવાર ની ડીપોઝીટ જપ્ત થવા પામી છે.
આ સાથે ભાજપ મોવડી અને પુવઁ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા નાં સબળ નેતૃત્વ હેઠળ પહેલાં તાલુકા જીલ્લા પંચાયત અને નગરપાલીકા માં કોંગ્રેસ ને ઘર ભેગી કરી હવે માર્કેટ યાર્ડ માં પણ સફાયો બોલાવતાં ગોંડલ પંથક માં કોંગ્રેસ નાં અસ્તિત્વ નો સવાલ ઉભો થવા પામ્યો છે.તાલુકા પંચાયત,નગરપાલિકા બાદ હવે માર્કેટ યાર્ડ પણ વિપક્ષ વિહીન બન્યા છે.
ખેડૂત વિભાગ ની દશ બેઠકો ની ચુંટણી અધિકારી વિશાલ કપુરીયા ની અધ્યક્ષતા માં યોજાયેલ મત ગણતરી માં ભાજપ ની પેનલ ને 5183 મત મળ્યાં હતા.જ્યારે કોંગ્રેસ ની પેનલ ને 199 મત મળ્યાં હોય કોંગ્રેસ નો કરુણ રકાસ થવાં પામ્યો હતો.યાર્ડ ની ચુંટણી માં એક મતદાર ને દશ મત આપવાનો અધિકાર હોય છે.કુલ 616 મતદારો પૈકી 582 મતદારો એ મતદાન કર્યુ હતું. 24 મત રદ થયાં હતાં અને બે મત નોટા માં ગયાં હતાં,કોંગ્રેસ નાં એક ઉમેદવાર ને માત્ર 14 મત મળ્યા હોય તેની ડીપોઝીટ ડુલ થવાં પામી હતી.પરીણામ ને લઇ ને સવાર થીજ ભાજપ કાર્યકરો મોટી સંખ્યા માં યાર્ડ માં ઉમટી પડયા હતા.પુવઁ કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા,પુવઁ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા,જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા સહીત આગેવાનો હાજર રહ્યા હતાં.પરીણામ બાદ વિજયયોત્સવ મનાવાયો હતો.
મતગણતરીની શરૂઆતમાં જ કેસરીયો માહોલ છવાયો
ગોંડલ માર્કેટ યાર્ડની ચુંટણીનાં પરીણામમાં પ્રથમ એક કલાકમાં સો મતની ગણતરી થતાં ભાજપ પ્રેરિત પેનલને 92 મત તથા કોંગ્રેસ પ્રેરિત પેનલને આઠ મત મળ્યા હતાં. ખેડૂત વિભાગ ની યોજાયેલ ચુંટણીની ગઇકાલે નવ કલાકે યાર્ડનાં કિશાન ભવન હોલ ખાતે મતગણતરી શરુ થઇ હતી.ખેડૂત વિભાગનાં કુલ 616 મતદારો પૈકી 582 મતદારો એ મતદાન કર્યુ હતું.
અગાઉ વેપારી તથા ખરીદ વેચાણ સંધ વિભાગ માં તમામ છ એ છ બેઠકો બિનહરીફ થવા પામી હતી.જેમાં કોગ્રેસ પ્રેરિત કોઈ ઉમેદવારો ના હોય ભાજપના ઉમેદવારો બિનહરીફ થવા પામી હતી.અગાઉથીજ યાર્ડમા કેસરીયા માહોલ છવાયો હોય મત ગણતરી ની શરૂઆત ની પ્રથમ એક કલાક માં ગણાયેલા સો મત પૈકી ભાજપની પેનલ ને 92 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ બે આંકડે પણ પંહોચી ન હતી.
ભાજપની જીત પાછળ ટીમની કુનેહભરી રાજનીતિ અને સંકલન કારણભૂત
માર્કેટયાર્ડમાં તમામ બેઠકો જીતી લઇ ભાજપે ફરી સતા હાંસલ કરી છે.કોંગ્રેસનાં કારમા રકાસ પાછળ જયરાજસિહ જાડેજાનુ નેતૃત્વ યાર્ડનાં ઉતરોતર વિકાસ માટે ચેરમેન ગોપાલભાઈ શિંગાળા તથા વાઇસ ચેરમેન કનકસિહ જાડેજાની જહેમત ઉપરાંત યુવા ત્રિપુટી પ્રફુલભાઈ ટોળીયા, અલ્પેશભાઈ ઢોલરીયા તથાં અશોકભાઈ પિપળીયાની કુનેહભરી રાજનીતિ તથાં સંકલન કારણભૂત બન્યાં છે.