અરૂણાચલ પ્રદેશ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની બે બેઠકો ભાજપે આંચકી લીધી
પૂર્વોત્તરમાં અતિ મહત્વના ગણાતા અરૂણાચલ પ્રદેશમાં ભારતીય જનતા પક્ષે કોંગ્રેસની બે બેઠકો આંચકી લીધી છે. પકે-કેશાંગ અને લીકાબાલી વિધાનસભા બેઠકોને ભાજપે જીતી છે. અરૂણાચલ વિધાનસભામાં કુલ ૬૦ બેઠકો છે જેમાં ભાજપ પાસે હવે ૪૯ બેઠકો છે. જયારે પીપલ્સ પાર્ટી ઓફ અરૂણાચલ પ્રદેશ પાસે ૯ અને કોંગ્રેસ પાસે ૧ બેઠક છે.
પૂર્વોત્તર રાજયોમાં ભાજપે વિજય મેળવવા અનેક પ્રયાસો કર્યા છે. અરૂણાચલ પ્રદેશમાં તો ભાજપ પાસે સત્તા છે જ. જયાં વધુ બેઠકો મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અત્યાર સુધી કોંગ્રેસ પાસે અરૂણાચલમાં ત્રણ બેઠક હતી. જો કે, એક્ઝિટ પોલના રીઝલ્ટ અનુસાર ભાજપને વધુ બે બેઠકો મળશે.
ભાજપના ઉમેદવાર બી.આર.વાઘે પકે-કેશાંગમાં ૪૭૫ વોટથી જીત મેળવી છે. જેમની સામેના ઉમેદવાર અ‚ણાચલ પ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી હતા. જયારે કારડો નિગ્યોર બેઠક પર ભાજપના ઉમેદવારે ૩૦૫ મત મેળવી વિજય મેળવ્યો હતો. આ બન્ને બેઠકો જીતી ભાજપને અરૂણાચલ પ્રદેશ વિધાનસભામાં વધુ તાકાત મેળવી છે. કેન્દ્રીય મંત્રી કિરણ રીજ્જુએ ભાજપના જીતેલા ઉમેદવારોને અભિનંદન પણ પાઠવ્યા છે.