સ્થા.સ્વરાજયની ચૂંટણી માટે પક્ષના નિર્ણયને આવકારતા ધારાસભ્ય
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ટિકિટો માટે ભાજપે લીધેલા નિર્ણયને આવકારી જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતુ કે પક્ષના આ નિર્ણયથી નવા લોકોને વધુ તક મળશે.રાઘવજી પટેલે ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ પક્ષની ટિકિટો ફાળવવા માટેના નકકી કરેલ ઐતિહાસિક માપદંડોને આવકારી પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રી તેમજ પાર્લામેન્ટ્રી બોર્ડને અભિનંદન પાઠવ્યા હતા. પક્ષના નેતાઓના સગા સબંધીઓને નહીં ફાળવવાના નિર્ણયને કારણે વારસાગત નેતાગીરી પર અંકુશ આવશે અને લાયકાતના ધોરણે પસંદગીના કારણે લાયક ઉમેદવારોની પસંદગી થશે. જેનાથી રાજયના જાહેર જીવનમાં સુધારો આવશે. તેમ તેમણે જણાવ્યું હતું.
60 વર્ષથી વધુ ઉમરના ઉમેદવારોને ટીકીટો નહી આપવાના નિર્ણયને કારણે યુવાનોને વધુ તકો મળશે તેમજ ત્રણ ટર્મથી ચુંટાઇને આવનારાઓને ટિકિટ નહીં આપવાના કારણે નવા ઉમેદવારોને તકો મળશે. જેથી સ્થાન્કિ સ્વરાજની સંસ્થાઓમાં સ્થાપીત નેતાગીરીને બદલે નવા લોકોને વધુ તકો મળશે. આ માપદંડો ઐતિહાસીક છે તેમજ ભાજપ પક્ષ સિવાય આવા ઉત્કૃષ્ટ નિર્ણયો બીજા ે કોઇ પક્ષ લઇ શકે નહી તેવુ માનવુ છે. તેમ અંતમાં જણાવ્યું હતું.