રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ
રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા જીલ્લા બક્ષીપંચ મોરચાની બેઠક બક્ષીપંચ મોરચાના નિગમના અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી(બાપુ)ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ બેઠકમાં જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતા, જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ જગદીશભાઈ બોરીચા, મોરચાના મહામંત્રીઓ કિશોરભાઈ રાઠોડ, નવીનપરી ગૌસ્વામીએ સરકારશ્રીની યોજના અને ૨૦૧૯ની ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તકે નિગમના અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી(બાપુ)એ કોંગ્રેસની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, કોંગ્રેસએ ૬૦ વર્ષ સુધી ઓબીસી સમાજના વિકાસ માટે કોઈ નક્કર કામગીરી નહિ કરીને ઓબીસી સમાજને અંધારામાં ધકેલી દીધો હતો. કોંગ્રેસએ બક્ષીપંચ સામે વોટની જ રાજનીતિ કરિને સત્તા પ્રાપ્ત કરી છે. ઓબીસી સમાજની ભારતમાં ૫૪ ટકા વસ્તી છે. જેમાં ૧૯૫૨માં પ્રમવાર ૨૭ ટકા અનામત આપવામાં આવી હતી. ત્યારબાદ ૧૯૫૨ી ૧૯૯૦ સુધી કોંગીની સરકાર હતી પરંતુ તેઓએ અનામતની અમલવારી કરી જ નહિ. ઓબીસી સમાજને મોટો અન્યાય કરવામાં આવ્યો. ૧૯૯૦માં વી.પી.સિંઘની સરકાર આવી અને અનામતનો અમલવારી કરવામાં આવી અને ૧૯૯૨માં જજમેન્ટ આવતા ૪૯% અનામત ઓબીસી સમાજને આપવામાં આવી. ઓબીસી સમાજના ઉતન માટે કોંગીએ કોઈ નક્કર આયોજનો કર્યા જ નહિ હોવાી સમાજ ખુબ જ પછાત રહ્યો. કોંગીની માનસિકતાને સમાજ ઓળખી ચુકી અને ભાજપાને આપણા સમાજએ ખોબલે ખોબલે વોટ આપી કેન્દ્રમાં ભાજપાની સરકારમાં બનાવવામાં ભાગીદારી બની અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓબીસી સમાજને મળતા લાભો અને હક્કો આપવામાં આવ્યા. જેમાં ન્યુ સ્વર્ણિમ યોજના, મહિલા સમૃદ્ધિ યોજના, લઘુસ્તરીય ધિરાણ યોજના, શૈક્ષણિક લોન, સ્વયં સક્ષમ યોજના, ટર્મ લોન ઓછા વ્યાજ દરે સીધું ધિરાણ આપવાની યોજનાઓ જાહેર કરીને ઓબીસી સમાજને આજે પગભર કર્યો છે. ખરા ર્અમાં ભાજપા સરકાર સામાજીક, શૈક્ષણિક, ર્આકિ રીતે સક્ષમ ની તેઓના સર્વાંગી વિકાસ એજ ભાજપાનું લક્ષ્ય છે.