- કમલમ્ ખાતે શક્તિ કેન્દ્ર સહયોગી કાર્યશાળામાં કાર્યકરોને પદાધિકારીઓએ આપ્યું માર્ગદર્શન\
રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપની યોજના અનુસાર અને ચુંટણી અધિકારી ઉદયભાઈ કાનગડ અને શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરની ચુંટણી અધિકારી ડો. માયાબેન કોડનાની અને સંગઠનપર્વ 2024 અંતર્ગત ચુંટણી અધિકારીની વિશેષ જવાબદારી આપવામાં આવેલ છે તેવા પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાની આગેવાની માં રાજકોટ શહેર કમલમ કાર્યાલય ખાતે વોર્ડના પ્રમુખ, મહામંત્રી, પ્રભારી, તેમજ શક્તિકેન્દ્ર સહયોગીની બેઠક યોજવામાં આવેલ હતી.
શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ જણાવ્યું હતું કે સદસ્યતા અભિયાનમાં પાંચ લાખથી વધુ પ્રાથમિક સભ્યો અને 1200થી વધુ સક્રિય સભ્યોની નોંધણી કરી રાજકોટ મહાનગરે સમગ્ર ગુજરાતમાં નોંધપાત્ર કામગીરી કરી બતાવી છે. જેની ગુજરાત પ્રદેશ કક્ષાએ પણ નોંધ લેવામાં આવી છે જે આપણા ભાજપના કાર્યકર્તાઓ માટે ગૌરવની વાત છે. જેના માટે તેઓએ રાજકોટ શહેર ભાજપ સર્વે સંનિષ્ઠ કાર્યકર્તાઓનો અંત:કરણ પૂર્વકનો આભાર માની આનંદની લાગણી વ્યકત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને મજબુત કરવા છેવાડાના કાયકર્તાઓ સહિત મહિલા સશકિતકરણને પ્રોત્સાહન આપવા માટે બુથ સમિતિઓની રચનામાં વધુને વધુ મહિલાઓની નિમણુંક થાય તે અગત્યનું છે.
ભાવનગર જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાએ જણાવ્યું હતું કે સંગઠન પર્વ અંતર્ગત બુથ સમિતિના ગઠનમાં વોર્ડવાઇઝ એક દિવસમાં 500 બેઠક યોજી રાજકોટ શહેરને સમગ્ર ગુજરાતમાં અગ્રતાક્રમે લઈ જવા કાર્યકર્તાઓ કટ્ટીબધ્ધ છે.
આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા સહિત શહેર હોદેદારો સાથે રાજકોટ શહે2ના સહ ચુંટણી અધિકારી નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકનું સંચાલન રાજકોટ મહાનગરના સહચુંટણી અધિકારી અને પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડએ કરેલ હતું. આ બેઠકને સફળ બનાવવામાં કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા, શૈલેષ દવે, નલહિરભાઈ, ચેતન રાવલ, 2મેશભાઈ જોટાંગીયા, ભાવીન ધોળકીયા, શક્તિભાઇ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.