- ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી, નરેન્દ્રસિંહ તોમાર, અનુરાગ ઠાકુર, જનરલ વી.કે.સિહ, મનસુખ માંડવીયા, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, યોગી આદિત્યનાથ સહિત 1પ રાષ્ટ્રીય નેતા 46 બેઠકો પર ચુંટણી સભા ગજવશે
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા સહિતના 14 રાજયકક્ષાના નેતાઓ 36 વિધાનસભામાં કરશે સભા
ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપને તોતીંગ બહુમતિ અપાવવા માટે આજથી ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર અભિયાન શરુ કરી દેવામાં આવ્યું છે. પ્રથમ તબકકામાં આગામી 1 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છની પ4 અને દક્ષિણ ગુજરાતની 35 સહિત કુલ 89 બેઠકો માટે મતદાન યોજાવાનું છે તે પૈકી 8ર બેઠકો પર ભાજપના 1પ રાષ્ટ્રીય નેતાઓ 46 બેઠકો પર જયારે 14 રાજયકક્ષાના નેતાઓ દ્વારા 36 વિધાનસભા બેઠકો પર ચુંટણી સભા ગજવશે.
ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ ચરણમાં 89 બેઠકો પૈકી 82 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં રાષ્ટ્રીય સંગઠન, કેન્દ્રિય મંત્રી મંડળ તેમજ ભાજપા શાસીત રાજ્યોના મુખ્યમંત્રીે અને નાયબ મુખ્યમંત્રી, લોકસભા ક્ષેત્રના સાંસદો મળી કુલ 15 મહાનુભાવો 46 વિધાનસભા ક્ષેત્રમાં અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, રાજય સરકારના મુખ્યમંત્રી, મંત્રીઓ, પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પૂર્વ કેબીનેટ મંત્રીઓ રાજ્યના સાંસદો તેમજ સંઠનના હોદેદારો મળી કુલ 14 મહાનુભાવો 36 વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર-પ્રસાર અને વિશાળ જનસભાને સંબોધન કરશે તેમ પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ ચરણમાં 89 બેઠકો 82 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાજી, કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીજી, કેન્દ્રિય મંત્રી નરેન્દ્ર તોમરજી, કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરજી, કેન્દ્રિય મંત્રી જનરલ વી. કે. સિંહજી, કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયાજી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણજી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, આસામના મુખ્યમંત્રીહેમંત શર્માજી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશજી, પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીજી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સુર્યાજી, તેમજ લદાખ લોકસભા ક્ષેત્રના સાંસદ જમ્યાંગ નામગ્યાલ આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા, પૂનમબેન માડમ,પૂર્વ કેબીનેટ મંત્રી વજુભાઇ વાળા, આર. સી. ફળદુ, ગણપતભાઇ વસાવા, પરસોત્તમભાઇ સોલંકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પ્રસાર અને જનસભા સંબોધનાર મહાનુભાવો દેશ અને વિવિધ રાજ્યોમાં કાર્યરત બિન ભાજપા સરકારોનું વાસ્તવિક ચિત્ર ઉજાગર કરશે. મહાનુભાવોના આ પ્રચાર પ્રસાર થકી રાજ્યમાં રેકોર્ડ બ્રેક સીટો સાથે અને રેકોર્ડ બ્રેક લીડ સાથે ભાજપાનો પ્રચંડ વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા આજે નવસારી, અંકલેશ્ર્વર, રાજકોટ પૂર્વ બેઠક પર, કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી, જામનગર ગ્રામ્ય, ભરુચ અને ઓલપાડ બેઠક પર, નરેન્દ્રસિંહ તોમાર ધ્રાંગધ્રા, દસાડા, ભાવનગર ગ્રામ્ય અને ભાવનગર પૂર્વ બેઠક પર અનુરાગ ઠાકુર માંગરોળ, માંડવી, બારડોલી અને સુરત વેસ્ટ બેઠક પર, ફગનસિંહ કુલરતે વ્યારા, વાંસદા, ગણદેવી બેઠક પર, જનરલ વિ.કે.સિંઘ ગોંડલ અને પોરબંદર બેઠક પર શ્રીમતિ ડો. ભારતી પ્રવિણ પવાર નીઝાર, અને ડાંગ બેઠક પર, મઘ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ માંડવી, અબડાસા, મોરબી અને ભાવનગર પશ્ર્ચિમ બેઠક પર, યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી વાંકાનેર, ઝઘડીયા અને ચોર્યાસી બેઠક પર આસામના મુખ્યમંત્રી ડો. હીંમત બિસ્વા શર્મા અંજાર, ગાંધીધામ અને કામરેજ બેઠક પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ મહુવા, તળાજા, ગારિયાધાર અને લીંબાયત બેઠક પર, યુ.પી.ના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક તાલાલા, કેશોદ અને જુનાગઢ બેઠક પર, શુભેન્દુ અધિકારી દ્વારકા અને ખંભાળીયા બેઠક પર, યુવા ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ તેજસ્વી સુર્યા જંબુસર, વાગરા અને સુરત પૂર્વ બેઠક પર જયારે સાંસદ જામયંગ નામગ્યાલ જામનગર ઉતર અને જામનગર દક્ષિણ બેઠક પર ચુંટણી સભા સંબોધશે. ભાજપના 1પ રાષ્ટ્રીય નેતાઓ દ્વારા કુલ 46 વિધાનસભા બેઠકો પર ચુંટણી સભા કરવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ રાજુલા, મહુવા, જલાલપોર અને રાજકોટ દક્ષિણ બેઠક પર, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કોડીનાર, માણાવદર, ટંકારા, અને મજુરો બેઠક પર કેન્દ્રીય કેબીનેટ મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા ધારી, જસદણ, કરંજ અને કતારગામ બેઠક પર, પુરૂષોતમભાઇ રુપાલા સાંવરકુંડલા, ઉના, વિસાવદર અને વરાછા રોડ બેઠક, પર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી માંગરોળ બેઠક પર, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ઉધાના અને સુરત પૂર્વ બેઠક પર પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા રાપરમાં અલગ અલગ બે સ્થળે પૂર્વ કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ કાલાવાડ અને જામજોધપુર બેઠક પર, ભાજપ પ્રદેશ ઉપાઘ્યક્ષ ગોરધનભાઇ ગડફીયા, કુતીયાણા, રાજકોટ ગ્રામ્ય અને રાજકોટ પશ્ર્ચિમ બેઠક પર, ગણપતભાઇ વસાવા ડેડીયાપાડા અને નાડોદ બેડક પર પરસોતમભાઇ સોલંકી ચોટીલા અને લાઠી બેઠક પર કુંવરજીભાઇ બાવળીયા લીંબડી બેઠક પર, સાંસદ પુનમબેન માડમ પાલીતાણાી, તળાજા અને ગારિયાધાર બેઠક પર જયારે અમિતભાઇ ઠાકર વઢવાણ બેઠક પર ભાજપના ઉમેદવારોના સમર્થનમાં સભા કરશે. રાજય કક્ષાના 14 નેતાઓ દ્વારા અલગ અલગ 36 બેઠકો પર ચુંટણી સભા સંબોધવામાં આવશે.