સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિતના ભાજપના આગેવાનો ‘કમલમ્’ ખાતે ઉપસ્થિત રહ્યા: ચુંટણીના આગલા દિવસે રાજયસભાની ત્રણ બેઠકો કબજો કરવા ચર્ચા
આવતીકાલે રાજયસભાની ચુંટણી યોજાવાની છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના અધ્યક્ષ સ્થાને ભાજપ કાર્યાલય ‘કમલમ્’ ખાતે ભાજપની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભાજપ દ્વારા મતદાન માટે તેમજ ચુંટણી અંગે ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.
આ બેઠકમાં ભાજપના આગેવાનો સીએમ ‚પાણી, ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ, સ્મૃતિ ઈરાની, પૂર્વ સીએમ આનંદીબેન પટેલ, તેમજ બલવંતસિંહ રાજપુત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતની રાજયસભાની ત્રણ બેઠક માટે આવતીકાલે થનારા મતદાન પૂર્વે આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ધારાસભ્યોની એક બેઠક મળી હતી. ત્રણેય બેઠક કબજે કરવા માટેની રણનીતિ અને વ્યુહરચનાને આખરી સ્વ‚પ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત ધારાસભ્યોને આવતીકાલે રાજયસભામાં કેવી રીતે મતદાન કરવું. કોણે કયા ઉમેદવારને તેનો પ્રથમ પ્રેફરન્સ આપવાથી લઈને કોના વોટ કોને ફાળવશે. તે પ્રક્રિયા અંગેનો પાઠ ભણાવ્યો હતો. આવતીકાલે ગુજરાતમાંથી રાજયસભામાં ચુંટાઈને જનારા સાંસદોની યોજાયેલી ચુંટણી રસાકસી ભરી બની છે. કારણકે ત્રણ બેઠક છે અને ઉમેદવાર ચાર છે.
ભાજપ દ્વારા કોઈપણ ધારાસભ્ય ભૂલથી પણ નોટાનો ઉપયોન ન કરે તે માટે સાવચેત રહેવાની જાણકારી અપાઈ હતી. ધારાસભ્યોને ત્રણ ભાગમાં વહેંચી હતી. જેમાં એકડો બગડો અને તગડો એમ ત્રણ મત આપવાના થતા હોયને ભાજપના ત્રણ ઉમેદવારોને એકડાની ફાળવણી કરવા અંગે પણ ચર્ચા હાથ ધરાઈ હતી. ૪૮-૫૦ ધારાસભ્ય અમિત શાહને એકડો કરી મત આપશે. ત્યારબાદ સ્મૃતિ ઈરાનીને અને બાકીના ૨૪-૨૬ ધારાસભ્ય બળવંતસિંહના નામની સામે એકડો કરશે. રક્ષાબંધનનો દિવસ ગુજરાતની રાજનીતિ માટે આજે મહત્વનો બની રહેશે. ભાજપ પાસે હાલમાં એક અપક્ષ સહિત ૧૨૧ ધારાસભ્યનું સંખ્યાબળ છે. જીપીપીના નલિન કોટડીયા ભાજપને વોટ આપે તો ૧૨૨ થાય. એનસીપીએ વલણ સ્પષ્ટ નથી કર્યું.