જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, જૂનાગઢ, ગીર-સોમનાથ, સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને બોટાદ શહેર તથા જિલ્લાના હોદ્દેદારો ઉપસ્તિ રહેશે
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતા તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં
ભાજપા સંગઠન પર્વ, બુથ સમિતિની સંરચના, સેવા સપ્તાહ તેમજ આગામી કાર્યક્રમોના સંદર્ભમાં “સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાશે.
સૌરાષ્ટ્ર ઝોનની બેઠક આજે બપોરે ૩.૩૦ કલાકે રાણીંગા સોની સમાજની વાડી, કાંતા સ્ત્રી વિકાસગૃહ રોડ, રાજકોટ ખાતે યોજાશે. જેમાં જામનગર શહેર, જામનગર જીલ્લો, દેવભૂમિ દ્વારકા, રાજકોટ શહેર, રાજકોટ જીલ્લો, મોરબી, જુનાગઢ શહેર, જુનાગઢ જીલ્લો, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર શહેર, ભાવનગર જીલ્લો, બોટાદ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
બેઠકોમાં ઝોનમાં આવતાં જીલ્લા/મહાનગરોના પ્રદેશ હોદ્દેદાર, સંગઠન પર્વના ઝોન ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જ, જીલ્લા/મહાનગરના પ્રભારી,જીલ્લા/મહાનગરના પ્રમુખ/મહામંત્રી, જીલ્લા/મહાનગરના સંગઠન પર્વ ઇન્ચાર્જ તથા સંરચના અધિકારી-સહઅધિકારી ઉપસ્થિત રહેશે.