- વ્હેલી સવાર સુધી ચાલેલી મત ગણતરીમાં ભાજપના તમામ 11 ઉમેદવારોનો શાનદાર વિજય: યતિષભાઇ દેસાઇની પેનલની કારમી હાર, અપક્ષ ઉમેદવારની ડિપોઝીટ ડુલ
- પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું રાજકીય વર્ચસ્વ વધુ મજબૂત બન્યું: અશોક પીપળીયાને સૌથી વધુ મતો મળ્યા
ગોંડલ નાગરિક બેંકની હાઇવોલ્ટેજ ડ્રામા સમી ચુંટણી નું પરીણામ જાહેર થતા ભાજપ પ્રેરીત પેનલનાં તમામ અગીયાર ઉમેદવારો નો જ્વલંત વિજય થયો છે.જ્યારે કોંગ્રેસનાં યતિષભાઈ દેસાઈની પેનલ ની ધોબી પછડાટ સાથે કારમી હાર થઇ છે.ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર ની ડીપોઝીટ ડુલ થઇ છે. ભાજપની પેનલ નો જયજયકાર થતા સમર્થકોએ ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો. હાલ જુનાગઢની જેલમાં રહેલા જયરાજસિહનાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)નો વિજય થતા ગુજરાતનાં સહકારી ક્ષેત્ર માં જેલમાં રહી ચુંટણી જીતવાની પ્રથમ ઘટના બનીછે.
સમગ્ર ગુજરાતની જેના પર મીટ મંડાઇ હતી તેવી ગોંડલની નાગરિક બેંકની ચુંટણીની મતગણતરી રવિવારે રાત્રીનાં 8:30 કલાકે શરુ થઈ હતી.મત ગણત્રી ની શરુઆત થીજ ભાજપ પ્રેરીત પેનલનાં તમામ ઉમેદવારો લીડ સાથે આગળ ચાલી રહ્યા હતા.આજે વહેલી સવારે પરીણામ જાહેર થતા ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો હતો.ચુંટણીનું પરિણામ જોતા મતદારોએ વાદવિવાદને બદલે વિકાસને પસંદ કર્યાનું સ્પષ્ટ થયુ છે.આ સાથે જયરાજસિહ જાડેજાનુ રાજકીય વર્ચસ્વ બરકરાર રહેવા પામ્યુ છે.તો સૌથી વધુ મત મેળવી ચેરમેન અશોકભાઈ પીપળીયા કીંગમેકર સાબીત થયા છે.છેલ્લા ચાર વર્ષમાં ચેરમેન અશોકભાઈ પીપળીયાએ નાગરિક બેંકને વિકાસની ટોચ પર પંહોચતી કરી કુશળ વહીવટ દાખવ્યો તે ભાજપ ની જીતનો ટર્નીગ પોઇન્ટ બન્યો છે.ચુંટણીમાં આમ જોઈએ તો જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)નું રાજકીય લોંચીંગ થયુ છે. જેલમાં હોવા છતા જીત મેળવી તેમણે નવો રાજકીય આયામ સર્જ્યો છે.
ચુંટણી પરીણામ પર નજર કરીએ તો ભાજપ પ્રેરીત પેનલ નાં
અશોકભાઈ પીપળીયાને 6327, હરેશકુમાર વાડોદરીયા ને 6000, જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)ને 5999, ઓમદેવસિંહ જાડેજાને 5947, કિશોરભાઈ કાલરીયાને 5795, પ્રહલાદભાઇ પારેખને 5767, પ્રમોદભાઇ પટેલને 5767, પ્રફુલભાઈ ટોળીયાને 5481, ભાવનાબેન કાસોંદરાને 6120, નીતાબેન મહેતાને 5893 તથા દિપકભાઈ સોલંકીને 5738 મત મળ્યા છે.
કોંગ્રેસ પ્રેરીત નાગરિક સહકાર સમિતીનાં યતિષભાઈ દેસાઈને 3527,કલ્પેશભાઈ રૈયાણીને 3095, લલીતભાઈ પટોળીયાને 3063, જયદીપભાઇ કાવઠીયાને 3031, સંદીપભાઈ હીરપરાને 2892,રમેશભાઈ મોણપરાને 2875,વિજયભાઈ ભટ્ટને 2807, કિશોરસિહ જાડેજાને 2800, ક્રીષ્નાબેન તન્નાને 3335, જયશ્રીબેન ભટ્ટીને 3011 તથા જયસુખભાઇ પારઘીને 2868 મત મળ્યા છે.જ્યારે અપક્ષ ઉમેદવાર પ્રતિપાલસિંહ ઝાલાને માત્ર 195 મત મળતા તેમણે ડીપોઝીટ ગુમાવી છે.
મતગણતરી ને લઈ ને કડવા પટેલ સમાજ માં 30 બુથ ઉભા કરાયા હતા.ચુંટણી અધીકારી જે.બી.કાલરીયા નાં માર્ગદર્શન હેઠળ નાગરિક બેંક નાં 55 કર્મચારીઓ, 90 શિક્ષકો તથા 30 માર્કેટ યાર્ડ નાં કર્મચારીઓ ને કામે લગાડયા હતા.
ચુંટણી ઉતેજનાત્મ બની રહી હોય કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે એક ડીવાયએસપી,બે પીઆઇ, અગીયાર પીએસઆઇ, 180 પો.કોન્સ્ટેબલ, એલસીબી, એસઓજી તથા હોમગાર્ડ સહિત નો બંદોબસ્ત