વોર્ડ નં.૪માં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મુખ્ય ધ્યેય સત્તા ને બદલે માત્ર સૌનો સાથ સૌનો વિકાસનો મૂળ મંત્ર રહયો છે ભારતીય જનતા પાર્ટીએ હમેશા તમામ વર્ગના લોકોને સાંકળીને યોજનાઓ બનાવી છે
રાજકોટ વોર્ડ નંબર ૪ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ સંબોધન કરતા જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં કૌભાંડની હારમાળા જ જોવા મળી છે. પરંતુ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીના શાસનના રાષ્ટ્રીય સલામતી અને માત્ર વિકાસ. તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મુખ્ય ધ્યેય સતા ને બદલે માત્ર સૌનો સાથ સૌનો વિકાસનો મૂળ મંત્ર રહયો છે.
ભારતીય જનતા પાર્ટીએ હમેશા તમામ વર્ગના લોકોને સાંકળીને યોજનાઓ બનાવી છે. કિશોરભાઈ રાઠોડ સંબોધન કરતા જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદી ફરીથી જંગી બહુમતિ સાથે વિજયી બને અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તેમ જ રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા પહેલા કરતાં પણ વધુ લીડથી વિજય બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અશ્વિનભાઈ મોલિયા, કાનાભાઈ, સી.ટી પટેલ દેવદાન ભાઈ કુંગસીયા, દિલીપભાઈ બોરીયા, અશ્વિનભાઈ ગોસાઈ, દિલીપભાઈ બોરીયા, ચંદુભાઈ ભંડેરી, હિતેશભાઈ ગોહેલ, અજયભાઈ લોખીલ, તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને બહોળી સંખ્યામાં જાહેર જનતા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ ગોસ્વામી, સ્વાગત પ્રવચન અશોકભાઈ લુણાગરિયા તેમજ આભાર વિધિ પરેશભાઈ પીપળીયા દ્વારા કરવામાં આવી હતી.