નગારે ઘા…. દેશના રાજકારણમાં મહત્વના ગણાતા પાંચ રાજ્ય નીવિધાનસભાની ચૂંટણી રણસંગ્રામના નગારે ઘા થઈ ગયા છે, ત્યારે ભાજપે પાંચ રાજ્યોની ચૂંટણી જંગ જીતવા માટેની રણનીતિ ભાગરૂપે શનિવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ભાવી રણનીતિની ચર્ચા કરી હતી ,જેમાં પક્ષ અધ્યક્ષ જે.પી.નડ્ડા કેન્દ્રીય મંત્રી અમિત શાહ , રાજનાથ સિંહ, નિર્મલા સીતારામન ,નરેન્દ્રસિંહ તોમર, સ્મૃતિ ઈરાની જેવા મોટા ગજાના નેતા ઓ એ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ મણિપુર અને ગોવા ની ચૂંટણીઓ આવતા વર્ષે યોજાવાની છે જેમાં ઉત્તર પ્રદેશમાં સરકાર જાળવી રાખવા અને પંજાબનો ગઢ સર કરવા માટે ની રણનીતિ મહત્વ નિ ભાજપ માટે પંજાબ સિવાયના તમામ રાજ્યોમાં રહેલી સત્તા વધુ સુંદર બનાવવાનું લક્ષ્ય રહ્યું છે.

આ પાચેય વિધાનસભાની ચૂંટણીઓ આગામી લોકસભાની ચૂંટણી માટે લિટમસ ટેસ્ટ પુરવાર થશે દેશના રાજકારણમાં જેની પાસે ઉ તર પરદેશ મા સતા હોય તેને દિલ્હીની સત્તા સર કરવામાં મુશ્કેલી પડતી નથી,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર માટે ઉત્તર પ્રદેશ ખૂબ મહત્વનું રાજ્ય બની રહ્યું છે શાસક પક્ષ દ્વારા આવનારી ચૂંટણીમાં કોઇપણ કચાશ ન રહે તેની તૈયારીઓ આરંભાઇ ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.