પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રજી યાદવ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, કે.સી. પટેલની ઉપસ્થિતિમાં ૨૦૧૯ની ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરાઈ
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર રાજયમાં લોકસભા બેઠકની સમીક્ષા બેઠક યોજાઈ રહી છે. તે અંતર્ગત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ગુજરાતના પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્રજી યાદવ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, કે.સી. પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભા સમિક્ષા બેઠક શહેરના હેમુ ગઢવી હોલ ખાતે યોજાઈ હતી. આ લોકસભા સમિક્ષા બેઠકનો પ્રારંભ ગુજરાતનાં પ્રભારી ભુપેન્દ્રજી યાદવે દીપ પ્રાગટય કરી કરાવ્યો હતો. ત્યારે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ દ્વારા ભુપેન્દ્રજી યાદવનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતુ.આ બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપ અગ્રણીઓ તેમજ લોકસભા બેઠકના અપેક્ષીતોનું સ્વાગત કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતુ કે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્ય મંત્રી તરીકે રાજયના સર્વાંગી વિકાસની જે બુલંદ બુનિયાદ ઉભી કરી તેને એજ ગતિએ નવી ઉંચાઈઓ આપવામાં વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકારે જાળવી રાખેલ છે.
ત્યારે આગામી કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપતા કમલેશ મિરાણીએ જણાવ્યુંં હતુ કે કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપની સરકારોએ જનકલ્યાણ માટે અનેકવિધ પ્રકારના કાર્યો હાથ ધરેલ છે. સુશાસન અને પ્રજાલક્ષી વિકાસકાર્યોની હારમાળા રચેલ છે.
ભારત માતાને જગતગૂ બનાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના ને સાકાર કરવા ગુજરાતની વર્તમાન ભાજપા સરકાર વિજયભાઈ પાણીના નેતૃત્વના વિકાસના અનેકાનેક કાર્યો થકી સંકલ્પબધ્ધ છે. ભારતના વિકાસમા ગુજરાતે સિંહફાળો આપેલ છે. ત્યારે કેન્દ્રીય ભાજપા કારોબારીએ આપેલ મંત્ર ‘અજેય ભારત અટલ ભાજપ’ માટે સૌ કોઈ કટીબધ્ધ બની ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતવાનો સંકલ્પ સેવવામાં આવ્યો હતો.આ રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભા સમિક્ષા બેઠકમાં રાજકોટના પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારીયા, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારસાભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, નરહરીભાઈ અમીન, પ્રદીપભાઈ ખીમાણી, અમીબેન પારેખ સહિત ત્રણે જિલ્લાનાં સાંસદ, ધારાસભ્યો, શહેર તેમજ જિલ્લાના પ્રમુખ, મહામંત્રી, મોરચાના પ્રમુખ મહામંત્રી સહિતના અપેક્ષીત શ્રેણીના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમિક્ષા બેઠકને સફળ બનાવવા વિક્રમ પૂજારા, મહેશ રાઠોડ, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, રામભાઈ પટેલ, રમેશભાઈ જોટાંગીયા, ભરતભાઈ સોલંકી, રાજન ઠકકરએ જહેમત ઉઠાવી હતી.