આવતીકાલથી 20 ઓક્ટોબર સુધી ચાલનારી ગુજરાત ગૌરવ યાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રી મંડળના દોઢ ડઝનથી વધુ મંત્રીઓ થશે સામેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા આગામી 12 થી 20 ઓક્ટોબર દરમિયાન ‘ગુજરાત ગૌરવ યાત્રા’ કરવામાં આવ્યું છે. જેમાં કાલથી 18 ઓક્ટોબર સુધી દ્વારકાથી લઇ પોરબંદર સુધી અને બીજી યાત્રા બહુચરાજીથી લઇ માતાના મઢ યોજાશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સહિતના દોઢ ડઝન જેટલા કેન્દ્રીય મંત્રીઓ સામેલ થશે.

Screenshot 3 6

કાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સવારે બહુચરાજી ખાતેથી ‘ગુજરાત ગૌરવ યાત્રા’નો પ્રારંભ કરાવશે. આ યાત્રા 20મી ઓક્ટોબર સુધી ચાલશે અને કચ્છમાં માતાના મઢ ખાતે પૂર્ણ થશે. યાત્રા દરમિયાન અલગ-અલગ દિવસોએ કેન્દ્રીય મંત્રી દાનવે રાવસાહેબ દાદારાવ, ધર્મેન્દ્ર પ્રસાન, પુરૂસોત્તમ રૂપાલા, ડો.મનસુખ માંડવીયા, ડો.સંજીવ કુમાર બાલ્યાન, હરદિપસિંહ પુરી, પ્રહલાદ જોશી, સરબાનંદ સોનોવાલ અને રાવ ઇન્દ્રજીતસિંહ જોડાશે. તેઓની સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, રજની પટેલ, નંદાજી ઠાકોર, હાર્દિક પટેલ, દિલીપજી ઠાકોર, શંકર ચૌધરી, ઋષિકેશ પટેલ, અલ્પેશ ઠાકોર અને ભૂ5ેન્દ્રસિંહ ચુડાસમા સામેલ થશે. બપોરે બે કલાકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારકા ખાતે ‘ગુજરાત ગૌરવ યાત્રા’નો પ્રારંભ કરાવશે. આ યાત્રા 18મી ઓક્ટોબરે પોરબંદર ખાતે પૂર્ણ થશે. જેમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, પ્રહલાદસિંહ પટેલ, પિયુષ ગોયેલ, ડો.મનસુખ માંડવીયા, પુરૂષોત્તમ રૂપાલા, અનુરાગ ઠાકુર, કૈલાશ ચૌધરી, ડો.મહેન્દ્ર મુંજપરા, ગજેન્દ્રસિંહ શેખાવત અને ડો.ભાગવત કરાડજી સામેલ થશે. જ્યારે આ યાત્રામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, જવાહરભાઇ ચાવડા, કિર્તીસિંહ રાણા, ચીમનભાઇ સાપરીયા, કુંવરજીભાઇ બાવળીયા, આર.સી. ફળદુ સહભાગી થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.