વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાત્રાને આપશે લીલીઝંડી: ૧૫૯ શહેરો અને ૮૫૦૦ ગામોને યાત્રામાં આવરી લેવાશે
ભાજપ રાજકારણમાં બ્રાન્ડીંગ અને માર્કેટીંગ કરીને ક્રેડીટ લેવામાં સૌી આગળ ગણાય છે. કઈ યોજનાનું કેવી રીતે બ્રાન્ડીંગ કરવું, તેનું માર્કેટીંગ કરવું અને ત્યારબાદ તેની ક્રેડીટ લેવામાં ભાજપના તોલે કોઈ આવી શકે તેમની. આવી જ રીતે ઓગષ્ટમાં નર્મદા યાત્રા શરૂ કરીને નર્મદાના દરવાજા બાબતે માર્કેટીંગ અને બ્રાન્ડીંગ કરશે તેમજ ક્રેડીટ પણ લેવામાં આવશે. ઓગષ્ટ મહિનામાં વરસાદ યો હોવાી સામાન્ય રીતે ગામે-ગામના જળાશયોમાં પાણી પહોંચી ગયું હશે ત્યારે નર્મદા યાત્રા દ્વારા એવું માર્કેટીંગ કરવામાં આવશે કે ભાજપના નિર્ણયોના કારણે લોકો સુધી પાણી પહોંચ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજય વ્યાપી નર્મદા યાત્રાને લીલીઝંડી આપે તેવી સંભાવના છે. આ યાત્રા દ્વારા ભાજપ ૧૫૯ શહેરો અને ૮૫૦૦ ગામડાઓ સુધી પહોંચશે. તેમજ નર્મદા ડેમના કામની સફળતાની ઉજવણી કરશે. ભાજપની આ નર્મદા યાત્રામાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. કારણ કે આ વિસ્તાર લાંબા સમયી પાણીી વંચિ રહ્યાં છે ત્યારે હવે નર્મદાનું કામ પૂર્ણ તા દુષ્કાળને દેશવટો આપી દેવામાં આવશે.
આ નર્મદા યાત્રા દોઢ મહિના સુધી ચાલે તેવું કહેવામાં આવી રહયું છે. તેમાં મુખ્યમંત્રી ‚પાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આગેવાની કરશે. વરિષ્ઠ અધિકારીઓના કહેવા પ્રમાણે આ યાત્રા અંદાજીત ૪ હજાર કિ.મી. લાંબો પ્રવાસ ખેડશે અને જેટલી જેટલી જગ્યાએ નર્મદાના પાણી પહોંચતા યા છે તે તમામ સ્ળોની મુલાકાત લેવામાં આવશે. ભાજપની આ નર્મદા યાત્રાના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાશે અને વિપક્ષોની પણ આ યાત્રા ઉપર પુરેપુરી નજર રહેશે તેમાં પણ વડાપ્રધાન મોદી દ્વારા આ યાત્રાને લીલીઝંડી આપવાના હોવાી તેની મહત્વતા વધી છે. આ અગાઉ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા જે રીતે શરૂ કરી હતી. તેવી જ રીતે આ નર્મદા યાત્રા પણ રાજકીય જશ ખાટવા નર્મદા યાત્રાના શ‚આત શે. આ ઉપરાંત નર્મદાના નામે ગુજરાતના મોટાભાગના મતો પોતાના નામે કરવાના પ્રયાસો શે.