- ચૂંટણી પૂર્વે 70 થી 80 કરોડની ડેરી પર કબ્જો જમાવવા શરૂ થઈ રાજ રમત
- જૂનાગઢની સાવજ દૂધ સંઘના ચેરમેન સામે સગાવાદ, મનસ્વી વહીવટ અને ભસ્ટ્રાચારના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં રીટ દાખલ થઈ
જૂનાગઢ જિલ્લા સાવજ દૂધ સંઘની ચૂંટણી પૂર્વ જ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પૂર્વ ચેરમેનના ગોટાળા સામે બંડ પોકારી, બાલોટ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સદસ્યો મેદાને આવ્યા છે અને હાઇકોર્ટેના દ્વાર ખટખટખટાવી રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે.
બીજી બાજુ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ખેરા દૂધ ઉત્પાદક મંડળીમાં અચાનક જ પોતાનુ નામ ઉમેરાવ્યુ હોવાનો પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવિયાએ આક્ષેપ સાથે કલેકટર સહિતનાને રજુઆત કરતા જૂનાગઢની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણીમાં રાાજાકિય ગરમાવો આવ્યોો છે. અનેે ભાજપનોો આંતર વિગ્રહ સાામે આવ્યોો છે.
જૂનાગઢની સાવજ દૂધ સંઘની તાજેતરમાં ચૂંટણી આવી રહી છે, ત્યારે જ ચૂંટણીનો ઉકળતો ચરૂ સામે આવ્યો છે અને છેલ્લા 13 વર્ષથી ચેરમેન તરીકે ચૂંટાતા આવતા રામસિંહ ભેટારીયાના વહીવટમાં મોટાપાયે ગેરરીતિનો મામલો હવે હાઇકોર્ટેમાં પહોંચ્યો છે. .
જૂનાગઢ જિલ્લા સાવજ દૂધ સંધના પૂર્વ ચેરમેન રામસિંહ ભેટારિયાની સામે ભરતીમાં સગાવાદ અને મનસ્વી વહીવટ સહીતના ભસ્ટ્રાચારના આક્ષેપ સાથે ગઈકાલે બાલોટ મહિલા દૂધ ઉત્પાદક મંડળીના સદસ્યો હાઇકોર્ટમાં પહોંચ્યા હતા અને જૂનાગઢ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહભાઇ ભેટાળીયા સામે હાઇકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી અને દૂધ મંડળીના હોદેદારોએ ન્યાય માંગ્યો છે.
જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંધમાં પૂર્વ ચેરમેન રામસિંહ ભેટારિયાની સામે ભરતીમાં સગાવાદ અને મનસ્વી વહીવટ સહીતના ભસ્ટ્રાચારના આક્ષેપ સાથે બાલોટ મહિલા દૂધ ઉત્પાદક મંડળીના સદસ્યો એ હાઇકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરતાં જૂનાગઢના સહકારી અનેે રાજકીય ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ સાથે જૂનાગઢ જિલ્લા સાવજ દૂધ સંઘની ચૂંટણી પૂર્વે ભાજપ જ ભાજપની સામે હોવાનું ચિત્ર ઉપસ્યું છે. અહીં જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દ્વારા જૂનાગઢના સાંસદે દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો વહીવટ હસ્તગત કરવા ચૂંટણી સમયે માળીયા હાટીના તાલુકાની ખેરા દૂધ સહકારી મંડળીમાં નામ ઘુસાડી દીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ અંગે જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જૂનાગઢની જિલ્લા સાવજ દૂધ સંઘની ચૂંટણીમાં ભાજપમા આંતરિક વિખવાદ સપાટી ઉપર આવ્યો છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવિયાએ આ ચૂંટણીને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે. અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ખેરા દૂધ ઉત્પાદક મંડળીમાં અચાનક જ પોતાનુ નામ રાજકીય દબાણ કરી ઉમેરાવ્યું હોવાનો પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે. તથા તેઓએ સ્પેશ્યલ ઓડીટર મીલ્ડ ઓડિટ રાજકોટ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.
જોકે એક વાત મુજબ જૂનાગઢ જિલ્લાના ખોખરડા નજીક જૂનાગઢ જિલ્લા સાવજ દૂધ સંઘની ડેરી આવેલ છે અને લગભગ 70 થી 80 કરોડના ખર્ચે આ ડેરી બનાવવામાં આવી છે. જેમાં સરકાર તરફથી એક પણ રૂપિયાની ગ્રાન્ટ લેવામાં આવી નથી, ત્યારે 70થી 80 કરોડના સામ્રાજ્યને હસ્તગત કરવા માટે હવે ભાજપમાં જ ખેંચતાણ ઉભી થઇ છે અને 13 વર્ષથી સાવજ દુધની ડેરીનું સંચાલન કરતા વર્તમાન પ્રમુખ રામસિંહ ભેટારીયા પાસે આ ડેરીનું સૂકાન ન રહે તે માટે મોટા ગજાના ભાજપના નેતાઓ અંદરખાનેથી રાજકીય રમત રમી રહ્યા હોવાની પણ ચર્ચા છે.
અને જો વહેલી તકે આ બાબત ઠરીને ઠામ નહીં થાય તો નજીકના દિવસોમાં ડેરીમાં થયેલ ભ્રષ્ટાચાર અને ગેરરીતિની અનેક બાબતો સામે આવે તેમ છે તેવી પણ ભાજપમાં ચર્ચા ચાલુ છે.