ગુજરાતમાં પાટીદાર આંદોલન અને ત્યાર પછીના તોફાનોને લઈને લાઈમ લાઈટમાં આવેલા તેમજ ભૂતકાળમાં ભાજપનો ખૂબ જ વિરોધ કરેલા હાર્દિક પટેલ હાલ ભાજપમાં જોડાઈ ગયેલા છે ત્યારે તેઓએ કહ્યું હતું કે હું ભાજપમાં ખિસકોલી બનીને રામ સેતુમાં મદદ કરતા હતા તેમ મદદ કરીશ પરંતુ તેના કરતાં ઘણું બધું વધારે હાર્દિક પટેલને આપેલું હોય તેવું લાગી રહ્યું છે.

વિરમગામ બેઠકના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલને મળી છે ટિકિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ફોર્મ ભરવાની એક દિવસ પહેલા જ હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે તેમને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની એક વર્ષ માટે શરતી જામીન મળ્યા છે જે તેમના માટે એક મોટી રાહત સમાન છે.

વિરમગામ બેઠક 15 વર્ષથી ભાજપ નથી જીતી શક્યું

ભાજપ દ્વારા હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે પરંતુ હાર્દિક પટેલ માટે અહીંથી જીતવું એ લોઢાના ચણા ચાવવા જેવું હશે કારણ કે આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે અહીં છેલ્લા 15 વર્ષના ભાજપ કોઈ ઉમેદવાર જીતી ચૂંટણી જીતીને આવેલ નથી ત્યારે હવે જોવું રહ્યું કે હાર્દિક પટેલ અહીં પોતાની જીતની ધજા લહેરાવી શકે છે કે નહીં ?

હાર્દિક પટેલની રાજકીય સફર

હાર્દિક પટેલ ગુજરાતના યુવા પાટીદાર નેતા છે પાસ ના સંસ્થાપક અને સંયોજક છે.

2015માં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં અનામતની માંગણી સાથે જાહેર રેલી યોજી હતી ત્યારબાદ દેશભરમાં નામ જાણીતું થયું.

રેલી બાદ રાજ્યભરમાં મોટા તોફાનો થયા.

આ તોફાનોમાં 14 થી વધુ પાટીદાર યુવાનોના મૃત્યુ થયા અને રાજ્યભરમાં 56 જેટલી એફઆઇઆર નોંધાઈ.

હાર્દિક પટેલને છ મહિના માટે રાજ્યમાંથી તડીપાર કરવામાં આવ્યો અને રાજસ્થાનમાં રહ્યા.

હાર્દિક પટેલને રાજદ્રોહના આરોપસર સુરતના રાજકોટ જેલમાં મોકલી દેવામાં આવ્યો જ્યાં નવ મહિના સુધી રહ્યો.

2019 માં લોકસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો.

2022 માં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા માંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયો.

હાલમાં ભાજપ દ્વારા વિરમગામ બેઠક પરથી ભાજપે ઉમેદવાર બનાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.