મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ્ા સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં ઈ-ચિંતન અભ્યાસવર્ગ નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં તા.રપ જૂન -શુક્રવાર થી તા.30 જુલાઈ સુધી પ્રદેશ ભાજપ ધ્વારા રાજકોટ મહાનગર અને જિલ્લાના ઈ-ચિંતન અભ્યાસવર્ગ નો પ્રારંભ થયેલ છે ત્યારે તા.16/7ના રોજ પ્રદેશ ભાજપ ધ્વારા રાજકોટ મહાનગર અને જિલ્લાનો ઈ-ચિંતન અભ્યાસ વર્ગ યોજાયેલ જેમાં શહેર અને જિલ્લા ભાજપના વિવિધ શ્રેણીના અપેક્ષીત શ્રેણીના કાર્યર્ક્તાઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. ત્યારે આ ઈ-ચિંતન વર્ચ્યુઅલ અભ્યાસવર્ગમાં પ્રદેશ ભાજપ અગ્રણી અમોહભાઈ શાહે ભાવનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમ ધ્વારા ઉપસ્થિત રહી રાષ્ટ્રીય સુરક્ષ્ાા (આંતરીક અને બાહય) વિષય પર માર્ગદર્શન માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
આ તકે ડો. ધનસુખ ભંડેરીએ રાષ્ટ્રીય સુરક્ષા(આંતરીક અને બાહય) વિષય પર વક્તવ્ય આપતા જણાવેલ કે વૈદિક કાળથી જ રાષ્ટ્ર્ર વિશેની સંકલ્પના અને રાષ્ટ્ર સુરક્ષા સંબંધી વ્યાપક વિચાર આપણે ત્યાં થયેલ છે એટલે જ રાષ્ટ્રીંય સુરક્ષ્ાા પ્રત્યે સંવેદનશીલ રહેવું પ્રત્યેક સરકારની સૌથી પહેલી આવશ્યક્તા જ નહી, પરંતુ સૌથી મોટી પ્રાથમિક્તા પણ હોય છે. જયારે આપણે રાષ્ટ્રીય સુરક્ષાને વ્યાખ્યાયિત કરીએ છીએ ત્યારે તેનો અર્થ થાય છે કે આપણા રાષ્ટ્રના અસ્તિત્વ, તેના વિકાસ અને તેના હિતોને આહત પહોંચાડનાર પ્રત્યેક સંકટ અને પડકારથી નિપટવુ અને વિજય પ્રાપ્ત કરવો.
ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર જનતાના હ્રદય સુધી પહોંચવામાં સફળ રહી છે, દૂધમાં જેમ સાકર ભળે તેવી રીતે ભાજપાના રાષ્ટ્રવાદી અને વિકાસવાદી વિચારો સાથે દેશની જનતા ભળી ગઈ છે. દેશની આંતિરક અને બાહય સુરક્ષા અંગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણવાળી કેન્દ્રની ભાજપા સરકારના નેતૃત્વમાં ઐતિહાસિક પગલા લેવાયા છે. જેમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબુદી જેનાથી દેશના કરોડો ભારતીયોનું 70 વર્ષ જુનુ સપનુ સાકાર થયુ, સી.એ.એ.નો સાહસિક નિર્ણય તેમજ આતંક્વાદીઓ ઉપર સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક ધ્વારા તેમનો ખાત્મો બોલાવવો, ડોકલામ સરહદે ચીનની ઘુસણખોરી સામે કડક વલણ દાખવવુ જેવા નીડર પગલાઓ ભરવા જેવા કેન્દ્રની ભાજપા સરકારના નિર્ણયોની દેશભરમાં પ્રશંસા કરવામાં આવેલ છે.