પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ૧૦ એપ્રિલે જૂનાગઢ અને સોનગઢ ખાતે વિશાળ જનસભાને સંબોધશે તેમ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ૧૦ એપ્રિલે સવારે ૯.૦૦ કલાકે જુનાગઢ ખાતે જુનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભા વિસ્તારની જનતાને સંબોધન કરશે તેમજ બપોરે ૧૨.૦૦ કલાકે સોનગઢ ખાતે બારડોલી લોકસભા અને નવસારી લોકસભા વિસ્તારની જનતાને સંબોધન કરશે.
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિતે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહનો વેજલપુર અને સાબરમતી વિધાનસભામાં લોકસંપર્ક યોજાશે.
ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના વિજયી ઉમેદવાર અમિતભાઇ શાહ કર્ણાવતી મહાનગરમાં બે તબક્કામાં ભવ્ય રોડ-શો દ્વારા લોકસંપર્ક રાઉન્ડમાં હજારો કાર્યકર્તાઓ સાથે પોતાના મતવિસ્તારના લોકોનું અભિવાદન ઝીલશે.
સવારે ૯.૩૦ કલાકે વેજલપુર – વણઝાર – સરખેજ ગામ – રોજા -શ્રીનંદનગર – જીવરાજપાર્ક – દેવાશ ફ્લેટ – સ્વામીનારાયણ મંદિર – શ્યામલ બ્રીજ – શ્યામલ ૧૦૦ ફૂટ રોડ – હરણ સર્કલ – શ્રધ્ધા સ્કુલ ચાર રસ્તા – જોધપુર ચાર રસ્તા – માનસી સર્કલ -વસ્ત્રાપુર શહિદ ચોક થઇ હવેલી મંદિર ખાતે બપોરે ૧૨.૩૦ કલાકની આસપાસ પ્રથમ રાઉન્ડનું સમાપન થયું હતું.
વેજલપુરથી વસ્ત્રાપુર સુધી તમામ રૂટ પર હજારોની સંખ્યામાં સ્થાનિકો, સામાજીક સંસ્થાઓ, ધર્મસ્થાનો, વેપારી મંડળો, સહકારી આગેવાનો દ્વારા વિવિધ સ્થળોએ અમિતભાઇ શાહનું વિવિધ પ્રકારે સ્વાગત કરવામાં આવશે.
આ રોડ-શો લોકસંપર્કનો બીજો તબક્કો સાંજે ૫.૩૦ કલાકે શરૂ થશે. જે રાણીપથી નિર્ણયનગર ગરનાળા થઇ ચાંદલોડીયા ઉમિયા હોલ – વંદે મારતમ રોડ – કંકુનગર – દૂર્ગા સ્કુલ – સરદાર ચોક – નવનિર્માણ સ્કુલ – રાણીપ બસસ્ટેન્ડ – શ્રી રાધા સ્વામી રોડ – સાબરમતી પાવરહાઉસ – રામનગર – રામબાગ રોડ – નીલકંઠ મહાદેવ – હરિઓમ સોસાયટી (મહાવીર હોસ્પિટલ) – દેવભૂમિ રોડના સ્થળે સમાપન થશે.
વેજલપુર અને સાબરમતી વિસ્તારમાં આવનારા તમામ રૂટ પર વિવિધ સ્થળોએ ઢોલ-ત્રાંસા-નગારા-ફૂલહાર-ફૂલની પાંદડીઓથી સાથે હદયના ઉંડાણથી અમિતભાઇ શાહને ભવ્ય વિજયના શૂભાષિશ આપવા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડશે. વિશિષ્ટ પ્રકારના સ્વાગત અને કાર્યકર્તાઓના પ્રેમ અને ઉત્સાહથી સમગ્ર માહોલ ભાજપામય બની રહેશે અને ગાંધીનગર લોકસભા બેઠક પર અમિતભાઇ શાહ ઐતિહાસિક લીડ સાથે વિજયી બનશે. રાત્રી સમયે અમિતભાઇ શાહ ઘાટલોડીયા વિધાનસભાના બોપલ મંડલમાં આવતાં વિવિધ સોસાયટીઓના રહેવાસીઓ સાથે બેઠક કરી સીધો સંવાદ કરશે.