અયોઘ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રંગે ચંગે સમાપન થયા બાદ ભાજપે લોકસભાની ચુંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાતની લોકસભાની તમામ ર6 બેઠકો પર ભાજપ દ્વારા આજે એક સાથે એક સમયે મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડાએ ગાંધીનગર બેઠકના ચુંટણી કાર્યાલયનો આરંભ કરાવ્યો હતો. જયારે અન્ય રપ બેઠકો પર કેન્દ્ર-રાજય સરકારના મંત્રી સંગઠનના હોદેદારો ઉ5સ્થિત રહ્યા હતા.
ગાંધીનગર લોકસભા બેઠકના ચૂંટણી મઘ્યસ્થ કાર્યાલયનો આરંભ કરાવતા ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડા
કચ્છ લોકસભા બેઠકના મઘ્યસ્થ ચુંટણી કાર્યાલય ભુજ ખાતે શરુ કરાયું છે. જેમાં મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા અને પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ ઉ5સ્થિત રહ્યા હતા. બનાસકાંઠા બેઠકનું કાર્યાલય પાલનપુર ખાતે ઉદઘાટન કરાયું હતું. જેમાં ધારાસભ્ય અમિત ઠાકર અને જયંતિભાઇ કાવડિયા ઉ5સ્થિત રહ્યા હતા.
પાટણ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપુત અને પ્રદેશ ઉપાઘ્યક્ષ નંદાજી ઠાકોર, મહેસાણા બેઠકના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉ.પ્રદેશ ઉપાઘ્યક્ષ વર્ષાબેન દોશી, સાબરકાંઠા બેઠકના ઉદઘાટન પ્રસંગે કિશાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઇ જેબલિયા અને પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઇ પટેલ, ગાંધીનગર લોકસભાના બેઠકના મઘ્યસ્થ ચુંટણી કાર્યાલયનું ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલ અને પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ હાજર રહેશે.
અમદાવાદ પૂર્વ બેઠકના કાર્યાલયનું ઉદઘાટન મંત્રી જગદીશભાઇ વિશ્ર્વકર્મા અને કિશાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેશભાઇ પટેલ, અમદાવાદ, પશ્ર્ચિમ બેઠકના ઉદઘાટન પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયા અને પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઇ, સુરેન્દ્રનગર બેઠકના ઉદઘાટન પ્રસંગે મંત્રી મુળુભાઇ બેરા અને પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર રાજકોટ બેઠકના ઉદઘાટન પ્રસંગે પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફડદુ, પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ડો. ભરત બોધરા અને મહિલા મોરચાના અઘ્યક્ષ ડો. દિપીકાબેન સરડયા ઉ5સ્થિત રહેશે.
પોરબંદર બેઠકના ઉદઘાટન પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડા અને પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, જામનગર બેઠકના ઉદઘાટન પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, જુનાગઢ બેઠકના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને પ્રદેશ મંત્રી રઘુભાઇ હુંબલ, અમરેલી બેઠકના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલ અને કૌશિકભાઇ વેકરીયા, ભાવનગર બેઠકના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયા અને પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આણંદ બેઠકના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સાંસદ નરહરીભાઇ અમીન અને પ્રદેશ મંત્રી જહાનવીબેન વ્યાસ ઉ5સ્થિત રહેશે.
ખેડા લોકસભા બેઠકનું ચુંટણી મઘ્યસ્થ કાર્યાલય નડિયાદ ખાતે શરુ કરાશે જેનું ઉદઘાટના પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા અને યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટના હસ્તે કરાશે. પંચમહાલ બેઠકના કાર્યાલયના ઉદઘાટનમાં મંત્રી બચુભાઇ ખાબડ અને પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઇ ગેડીયા ઉ5સ્થિત રહેશે. દાહોદ બેઠકના ચુંટણી મઘ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં મંત્રી કુબેરસિંહ ડીંડોરા અને પ્રદેશ મંત્રી કૈલાશબેન પરમાર, વડોદરા બેઠકના ચુંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પૂર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને પ્રદેશ ઉપાઘ્યક્ષ કૌશલ્યાકુંવરબા પરમાર છોટા ઉદેપુર બેઠકના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમાર અને પ્રદેશ ભાજપ અનુસુચિત જનજાતિ મોરચાના પ્રમુખ અર્જુનભાઇ ચૌધરી, ભરુચ બેઠકના ચુંટણી મઘ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મંત્રી મુકેશભાઇ પટેલ તથા રાજયસભાના સાંસદ રમીલાબેન બારા જયારે બારડોલી બેઠકના ચુંટણી મઘ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મંત્રી કુંવરજીભાઇ હળપતિ અને પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ઉષાબેન પટેલ ઉ5સ્થિત રહેશે.
જયારે સુરત લોકસભા બેઠકના મઘ્યસ્થ ચુંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ ડો. જયોતિબેન પંડયા અને પ્રદેશ મંત્રી શિતલબેન સોની, નવસારી બેઠકના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાબુભાઇ શુકલા અને પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ જનકભાઇ પટેલ જયારે વલસાડ બેઠકના ચુંટણી મઘ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે રાજય સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઇ, એમ.એસ.પટેલ હાજર રહેશે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતાની સાથે જ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા લોકસભાની ચુંટણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ પણ આજે ગુજરાતની મુલાકાતે છે.