અડવાણીજીને વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના દિગગજ નેતાઓએ દીર્ધાયુ માટે પાઠવી શુભકામના
બીજેપીના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિન છે. તેઓ 94 વર્ષના થયા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ લાલકૃષ્ણ અડવાણીની તંદુરસ્તી અને દિર્ઘાયુ માટે શુભકામના પાઠવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અડવાણીજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
Birthday greetings to respected Advani Ji. Praying for his long and healthy life. The nation remains indebted to him for his numerous efforts towards empowering people and enhancing our cultural pride. He is also widely respected for his scholarly pursuits and rich intellect.
— Narendra Modi (@narendramodi) November 8, 2021
આ સિવાય પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીઢ નેતાને શુભેચ્છા સંદેશ મોકલાવ્યો હતો. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, અટલ બિહારી બાજપાઈ સરકાર વખતે લાલકૃષ્ણ અડવાણી ઉપવડાપ્રધાન રહી ચૂકયા છે.
➡️ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના જન્મદિવસની ઉજવણી તેમના નિવાસસ્થાને કરવામાં આવી રહી છે
➡️ઉપરાષ્ટ્રપતિ @MVenkaiahNaidu,પ્રધાનમંત્રી @narendramodi,કેન્દ્રીય ગૃહમંત્રી @AmitShah,કેન્દ્રીય સંરક્ષણ મંત્રી @rajnathsingh લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને ઉપસ્થિત pic.twitter.com/v4WXI5WyWA— DD News Gujarati (@DDNewsGujarati) November 8, 2021
પરંતુ તેમની અંદરુની ખ્વાહીશ દેશના વડાપ્રધાન બનવાની હતી. જો કે, અત્યારે બીજેપીના આ પીઢ નેતા અત્યારે સાઈડ લાઈન થઈ ગયા છે.