12થી 14 જૂન વિસ્તારકો અલગ-અલગ બૂથની મૂલાકાત લેશે: મોદી સરકારને આઠ વર્ષ પૂર્ણ થતા પખવાડીયું સેવા અભિયાન ચલાવશે

સત્તાધારી પક્ષ ભાજપ રાજયમાં ફરી પૂર્ણ બહુમત સાથે શાસન ધુરા સંભાળવા માટે સજજ બની ગયો છે. ભાજપ ફુલફલેજમાં ઈલેકશન મોડમાં આવી ગયો છે.ગઈકાલે પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપની એક કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠન લક્ષીવિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આગામી દિવસોમાં  કેન્દ્રની મોદી સરકાર સુશાસનના આઠ વર્ષ પૂર્ણ કરી રહી છે. ત્યારે ભાજપ દ્વારા  સેવા પખવાડીયાની ઉજવણી કરવામાં આવશે. 6 જૂનથી સતત એક મહિના માયે સદસ્યતા અભિયાન ચલાવવામાં આવશે. 12 થી 14 જૂન  વિસ્તારકો બૂથ લેવલ સુધી જશે અને ભાજપના કાર્યકરો દ્વારા ચૂંટણી સહયોગ નિધી આપવામાં આવશે અને ઉઘરાવવામાં  પણ આવશે.

આગામી સમયના અલગ અલગ કાર્યક્રમો નક્કી થયા છે જે પૈકી નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા તેના 08 વર્ષ પૂરા થશે એના ભાગરૂપે 15 દિવસના અભિયાનમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનું અભિયાન દેશની અંદર થઈ રહ્યું છે જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં પણ આ અભિયાન ચાલશે.

12 હજારથી પણ વધુ કાર્યકર્તાઓ અલ્પસમય માટે વિસ્તારક જઈને આગામી તા.12,13,14 જૂન  દરમ્યાન ગુજરાતના અલગ અલગ બુથોમાં જઇ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ગુજરાતના જેટલા પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા તેમના વિકાસલક્ષી કાર્યો જે ગુજરાતની ધરતી પર થયા છે તે બધાજ કાર્યોનુ ભાથું લઈને 4 દિવસ બૂથ પ્રવાસ કરશે. પ્રાથમિક સદસ્ય અભિયાન દર 06 વર્ષે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને પ્રાથમિક સદસ્ય બનવું પડે છે અને તેની સાથે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાતા હોય છે.

વિશ્વમાં સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની છે પરંતુ માન.નરેન્દ્રભાઈ મોદી  તેમજ   ગૃહમંત્રી અમિતભાઈ શાહ  ભાજપાને સૌથી લોકપ્રિય અને મજબૂત બનાવી છે. ઘણા લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું હોય છે ભાજપના માધ્યમથી દેશનું કામ કરવું હોય છે એમના માટે ગુજરાતમાં આગામી 6 જૂન થી લઈને 01 મહિના સુધી પ્રાથમિક સદસ્યતા અભિયાન શરૂ થશે.

પ્રદિપસિંહ વાઘેલાજીએ ચૂંટણી સહયોગ નિધિ સંદર્ભે જણાવ્યુ કે, ભાજપાએ રાજકીય પાર્ટી તો છે જ પરંતુ નિરંતર કાર્ય કરતી પાર્ટી પણ છે અને સામાજિક કાર્યો કરતી હોય છે. ચૂંટણીમાં કાર્યકર્તાઓ તરફથી આર્થિક સહયોગ મળે તેમજ કાર્યકર્તાઓના માધ્યમથી સમાજના લોકોનો પણ સહયોગ મળે તે માટે “ચૂંટણી સહયોગ નિધિ” ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી ચલાવવામાં આવશે.

પ્રદીપસિંહ વાઘેલાજી અંતમાં જણાવ્યુ કે, દિવસ દરમ્યાન  સુધીર ગુપ્તાજી, શ્રી પરશોત્તમ રૂપાલાજી,   સી.આર.પાટીલ  તેમજ રાજ્યના માન.મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલજી, સંગઠન મહામંત્રી  રત્નાકરજીનું માર્ગદર્શન દિવસ દરમ્યાન મળ્યું.આ પ્રેસ વાર્તામાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાજીની સાથે પ્રદેશ મીડિયા ક્ધવીનરશ્રી ડો.યજ્ઞેશ દવે, પ્રદેશ સહ-પ્રવકતા  ડો.ઋત્વિજ પટેલ, પ્રદેશ સહ ક્ધવીનરશ્રી ઝૂબિનભાઈ આશરા. ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ મીડિયા વિભાગની કાર્યશાળા

ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક ગઇકાલે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની ઉ5સ્થિતિમાં સંપન્ન થયા બાદ આજે સવારે ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે મીડિયા વિભાગની એક દિવસની કાર્યશાળા યોજાઇ હતી.

જેમાં રાજયસભાના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સુધાંશુભાઇ ત્રિવેદી ઉપરાંત ગૃહ રાજય મંત્રી હર્ષભાઇ સંધવી વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે ભાજપ હવે ફુલફડેઝમાં ઇલેકશન મોડમાં આવી ગયું છે. સતત મીટીંગોનો ધમધમાટ કરી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.