પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તેમજ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા ઉપસ્થિતિ રહેશે
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજકોટ જિલ્લા પ્રમુખ ડી.કે.સખીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોર રાઠોડ અને રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા, ભરત બોથરા, જેન્તીભાઈ ઢોલની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે આગામી તા.૨૯ જૂનના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાજકોટ આગમનને વધાવવા માટેની વ્યવસ્થાની પૂર્વતૈયારીના ભાગ‚પે રાજકોટના મીલપરા મેઈનરોડ પર આવેલ રાણીંગા વાડી ખાતે આવતીકાલે સવારે ૧૦ કલાકે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ શહેર-જિલ્લાની એક સંયુકત બેઠક મળશે.
સૌરાષ્ટ્રની લાંબા સમયની પાણી સમસ્યાના ઉકેલના ભાગ‚પે હાલના વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સૌની યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો તેના મીઠા ફળ ચાલુ માસમાં જ રાજકોટને મળવા લાગશે.
રાજકોટને પાણી પૂ‚ પાડવા આજી ૧ ડેમમાં નર્મદાના પાણી પહોચાડવાનો પ્રોજેકટ પૂર્ણતાના આરે છે. અને આગામી તા.૨૯ જૂને નરેન્દ્રભાઈ મોદી આજી ૧ ખાતે નર્મદાના પાણીનું અવતરણ વધાવવા રાજકોટ આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર જિલ્લા ભાજપ દ્વારા નરેન્દ્રભાઈના આગમન અને અનેકવિધ કાર્યક્રમો માટેની તૈયારીઓ થાય તે દિશામાં આગળ વધવા માટેના માર્ગદર્શન માટે આવતીકાલે બેઠક મળવાની છે. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે તા.૨૯ જૂનના રોજ બપોરે ૪ વાગ્યાની આસપાસ વડાપ્રધાન રાજકોટ પહોચશે ત્યારે એરપોર્ટથી જ તેમનું ભવ્ય સ્વાગત થાય તેની વ્યવસ્થા, તેમજ રેસકોર્ષ મેદાન ખાતે દિવ્યાંગ હાય કેમ્પમાં ૨૧,૦૦૦થી વધુ દિવ્યાંગોને વિવિધ સહાય સાધનો આપવામાં આવશે તે અંગેની વ્યવસ્થા, બાદમાં તેઓ આજી ૧ ખાતે નર્મદા અવતરણને વધાવવાના કાર્યક્રમમાં ભાગ લેવા અને આજી ડેમથી એરપોર્ટ સુધીનો ૮ કી.મી. લાંબો ભવ્ય રોડ શો કરાશે તેમાં બેનરો, હોડીગ્સ સહિત વિવિધ સમાજ અને સામાન્ય પ્રજાજનોને જોડી નરેન્દ્રભાઈનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાય તે અંગે માર્ગદર્શન પૂ‚ પડાશે.