આવતીકાલે ભાજપનો ૪૦મો સ્થાપના દિવસ
કરોડો નિષ્ઠાવાન કાર્યકર્તાઓથી બનેલુ ભાજપનું સંગઠન નેતૃત્વ સામાજિક સમરસતા સાથે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના સંકલ્પને સમર્પિત
ડો. શ્યામાપ્રસાદ મુખર્જી, પં. દિનદયાળ ઉપાધ્યાય, બાજપેયી, અડવાણીજી, નરેન્દ્ર મોદી અને અમિત શાહનું જનસંઘ-ભાજપને મજબુત બનાવવામાં મહત્ત્વનું પ્રદાન
૬ એપ્રિલે ભારતીય જનતા પક્ષના ૪૦માં સ્થાપના દિવસ નિમિત્તે ભાજપનાં પાયાનાં કાર્યકર રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં ભારત અને ભાજપને મજબૂત બનાવવામાં નરેન્દ્રભાઈ મોદી તથા અમિતભાઈ શાહની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. આઝાદ ભારતથી લઈ આજ સુધી ભારતીય રાજકરણનાં ઈતિહાસમાં ભાજપનો ઈતિહાસ રાષ્ટ્રીય આંદોલન-ક્રાંતિ સમાન છે. આવનારી સદીઓ સુધી જ્યારે-જ્યારે રાષ્ટ્રીય અને વૈશ્વિકસ્તરે ભારતને ગૌરવભેર યાદ કરવામાં આવશે ત્યારે-ત્યારે તેની સાથે ભાજપ અને તેના નેતા-કાર્યકરોનું માનભેર સ્મરણ પણ કરવામાં આવશે.પ. નહેરુ- કોંગ્રેસ નું હિન્દૂ હિત વિરોધી વલણ કરોડો રાષ્ટ્રવાદીઓ ને પીડા અને યાતના આપતું હતું.
હકીકતમાં જનસંઘ-ભાજપની સ્થાપના બાદ જ ભારતમાં હિન્દૂ પ્રજા ને સ્વતંત્રતાની ખરી અનુભૂતિ થઈ. ડો.શ્યામાપ્રસાદ મુખર્જી-પ. દીનદયાળ ઉપાધ્યાય ત્યારબાદ શ્રી અટલબિહારી દીનદયાળ ઉપાધ્યાય, અટલજી- અડવાણીજી અને ૨૦૧૪ બાદ નરેન્દ્રભાઇ અમિતભાઇ શાહનું ખૂબ મહત્વનું પ્રદાન જનસંઘ-ભાજપ ને મજબૂત બનાવવા માં રહ્યું છે. કેન્દ્રમાં ભાજપ સરકારનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં શાસનમાં દેશ શક્તિશાળી બની મહાસત્તા બનવા જઈ રહ્યો છે.
સ્વાતંત્રય પ્રાપ્તિ બાદ સમગ્ર દેશમાં કોંગ્રેસના શાસન દરમિયાન હિન્દુત્વ વિરોધી માનસિકતા ઊભી કરવાના અત્યંત બદઇરાદભર્યા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આવા સમયે જનસંઘ-ભાજપનાં સૂર્યોદયથી દેશની એકતા, અખંડિતા, રાષ્ટ્રવાદ અને લોકશાહીને નવજીવન મળ્યું. ઈ.સ.૧૯૫૨ની સામાન્ય ચૂંટણીમાં લોકસભાની માત્ર ત્રણ બેઠકો મેળવનાર જનસંઘ ૧૯૬૩ સુધીમાં દેશનો પ્રમુખ રાજકીય પક્ષ બની ગયો હતો.
ઈ.સ. ૧૯૬૮માં પંડિત દીનદયાળજીનાં નિધન બાદ સ્વ.અટલ બિહારી વાજપેયીજીએ જનસંઘની કમાન સંભાળી. થોડા વર્ષો બાદ જનસંઘના કાર્યકરોએ ’ભાજપ’ એટલે કે ભારતીય જનતા પક્ષની સ્થાપના ૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ કરી. ૩૯ વર્ષ બાદ આજે ભાજપ રાષ્ટ્રવાદી વિચારધારા, પરંપરાગત મૂલ્યોની જાળવણી સાથે લોકતાંત્રિક શાસન પદ્ધતિ અપનાવવા સાથે વિશ્વનો સૌથી મોટો રાજનૈતિક પક્ષ બની ગયો છે. અલબત્ત આજે દરેક પક્ષનાં લોકો ભાજપમાં જોડાવવા ઈચ્છી રહ્યાં છે.
દરેક ધર્મ, સંપ્રદાય અને સમાજ માટે સમભાવ તેમજ રાષ્ટ્ર માટે સેવાભાવ રાખનાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવાનું અને દેશહિત માટે જીવન સમર્પિત કરવાનું ગૌરવ છે એવું જણાવી રાજુભાઈ ધ્રુવે આગળ કહ્યું હતું કે, ભાજપની પંચનિષ્ઠાઓ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, લોકતંત્ર, એકાત્મ માનવદર્શન, સર્વધર્મ સમભાવ અને મૂલ્ય આધારિત રાજનીતિએ ભારતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરનો વિશ્વને પરિચય આપ્યો છે. દેશની અંદર સ્થપાયેલું શાંતિ અને સુરાજયનું વાતાવરણ એ ભારતીય જનતા પક્ષનાં સુશાસનનું પરિણામ છે. ૨૦૧૪માં ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ દેશનાં વડાપ્રધાન બન્યા એ પહેલાંનાં ભારત અને આજનાં ભારતની તુલના કરતાં આપોઆપ ખ્યાલ આવી જાય છે કે, કયા પ્રકારે કેન્દ્રમાં ભાજપ સરકાર અને ભાજપ શાસિત રાજયોએ વિકાસની હરણફાળ ભરી છે. સ્થાપનાકલ થી આજ સુધી ભાજપ માટે ભારતમાતા અને સહુ ભારતવાસીઓની સેવાએ આરાધ્ય મંત્ર રહ્યો છે.
ઈ.સ.૧૯૫૧માં શ્યામાપ્રસાદ મુખર્જીનાં નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં દ્રિતીય સરસંચાલક ગુરુજીની પ્રેરણાથી જનસંઘની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ઇ.સ.૧૯૫૩માં શ્યામાપ્રસાદ મુખર્જીનાં ’કાશ્મીર બચાવો’ આંદોલન દરમિયાન જેલવાસ અને શંકાસ્પદ રાજકીય હત્યા બાદ ખરા અર્થમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયે જનસંઘનો કાર્યભાર સંભાળ્યો. તેમણે જનસંઘનો સંગઠનાત્મક અને વૈચારિક પાયો નાખી દેશને અકે શુદ્ધ રાષ્ટ્રવાદી સંગઠનની ભેટ આપી. આ બંને વિરાટ વિભૂતિઓની છત્રછાયામાં સ્વ.અટલ બિહારી વાજપાઈ અને લાલકૃષ્ણ અડવાણીજી મૂલ્યગત નૈતિક રાજનીતિના પાઠ શીખ્યા. રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલું ભારતીય જનતા પક્ષ આજે સંઘ પરિવાર તરીકે ઓળખાતા સંગઠનોના પરિવારનું સૌથી અગ્રણી સભ્ય છે એ પણ ગૌરવપૂર્ણ બાબત છે.
રાષ્ટ્રવાદ, એક ભારત, શ્રેષ્ઠ ભારત અને સામાજીક ભાઈચારાની વિચારધારને આજે કેન્દ્રમાં ભાજપ સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીનાં નેતૃત્વમાં પક્ષનાં તમામ સનિષ્ઠ કાર્યકર્તાઓ અને અગ્રણીઓ આગળ વધારી રહયા છે તેમ રાજુભાઈ ધ્રુવે જણાવી ભાજપ સ્થાપના દિન નિમિત્તે તમામ દેશવાસીઓને, ભાજપનાં કાર્યકરો, નેતાઓ, અગ્રણીઓને શુભેચ્છા પાઠવી છે.