રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગૌરવ યાત્રાને લીલીઝંડી આપશે
ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં મુખ્યત્વે બે યાત્રાઓ, ગુજરાત ગૌરવ યાત્રા (૧) મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તા ગુજરાત ગૌરવ યાત્રા (૨) સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં નીકળનાર છે. પ્રમ યાત્રા તા. ૧ ઓક્ટોબરના રોજ ગુજરાતના સપૂત અને લોખંડીપુરૂષ એવા સરદાર પટેલના વતન કરમસદી અને બીજી યાત્રા તા. ૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીના વતન પોરબંદરી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની પ્રેરક ઉપસ્િિતમાં નીકળનાર છે. પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, પ્રદેશના આગેવાનઓ, કેન્દ્રિય મંત્રીઓ, કેન્દ્રના આગેવાનઓ, રાજ્યના મંત્રીઓ, કેન્દ્ર તેમજ પ્રદેશ સંગઠનના પદાધિકારીઓ આ યાત્રાઓના પ્રસનમાં ઉપસ્તિ રહેશે. તા. ૧ ી ૧૫ ઓક્ટોબર સુધી આ બંને યાત્રાઓ સમગ્ર ગુજરાતના તમામ જીલ્લાઓને આવરી લેશે.
૧ લી ઓક્ટોબરે કરમસદી પ્રારંભ તી મધ્ય અને ઉત્તર ગુજરાતની ગુજરાત ગૌરવ યાત્રા-૧ નું નેતૃત્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તેમજ તા. ૦૨ જી ઓક્ટોબરે પોરબંદરી પ્રારંભ તી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંી પસાર નાર ગુજરાત ગૌરવ યાત્રા-૨ નું નેતૃત્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી કરશે. માન. મુખ્યમંત્રી એકાંતરે દિવસે વારાફરતી બંને યાત્રામાં ઉપસ્તિ રહેશે. કેન્દ્રના મંત્રીઓ તેમજ રાષ્ટ્રીય ભાજપા સંગઠનના વિવિધ પદાધિકારીઓ આ યાત્રા દરમ્યાન જોડાશે.
જેવી રીતે સ્વરાજની લડાઇમાં ગુજરાતની જોડી મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સમગ્ર દેશ અને દુનિયામાં છવાઇ ગઇ હતી તેવી જ રીતે આજે ગુજરાતની બીજી જોડી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, સુરાજ્યની લડાઇ દેશભરમાં લડી રહ્યા છે. આજે સાડા ત્રણ વર્ષના ભાજપાના કેન્દ્રના શાસનમાં કોંગ્રેસ તેમજ વિરોધીઓ એકપણ ભ્રષ્ટાચારનો આક્ષેપ સુધ્ધાં લગાડી શક્યા ની. દેશની જનતાને ગેરમાર્ગે દોરવા કોંગ્રેસ બેબુનીયાદ મુદ્દાઓ ઉભા કરીને નિવેદનો કરે છે, ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવાના નિર્રક પ્રયાસો કરે છે, તરકટો રચે છે તેમજ ષડયંત્રો કરે છે. કોંગ્રેસના આવા કાવાદાવાઓમાં દેશની તેમજ ગુજરાતની પ્રજા હવે ફસાસે નહિં. ગુજરાત અને દેશની પ્રજા આ સત્તા વગર તરફડતી કોંગ્રેસને ઓળખી ગઈ છે.
ગુજરાત ગૌરવ યાત્રા રાજ્યના તમામ જીલ્લાઓને આવરી લેશે. બંને યાત્રામાં કુલ મળીને ૪૬૫૭ કિલોમીટરનો પ્રવાસ, ૧૩૮ જાહેરસભાઓ તેમજ ૧૮૫ જેટલી મોટી સ્વાગત સભાઓ યાત્રારૂટમાં આવરી લેવાશે.
ભાજપાના કાર્યકરોમાં ખુબ જ ઉત્સાહનું વાતાવરણ છે. જીલ્લા-તાલુકા સંગઠનો દ્વારા વિવિધતાસભર સ્વાગતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ યાત્રાને લઇને પ્રજામાં પણ એક અનેરા ઉત્સાહનું વાતાવરણ બન્યુ છે. વિવિધ વર્ગો દ્વારા પરંપરાગત વેશભૂષા લોકનૃત્ય કી સાંસ્કૃતિક રીતે ઉમળકાભેર સ્વાગતની તૈયારીઓ સમગ્ર રાજ્યમાં ઇ રહી છે. પ્રદેશ ભાજપા તરફી રૂટ-૧ના યાત્રાના ઇન્ચાર્જશ્રી પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયા અને રૂટ-૨ની યાત્રાના ઇન્ચાર્જ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી આઇ. કે. જાડેજા સમગ્ર યાત્રા દરમ્યાન યાત્રામાં સો રહેશે.