કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂકેલા નારાયણ રાણેને સાચવી લેવાશે
ભાજપ મિત્ર રાણેને મહેસૂલ વિભાગનો હવાલો સોંપાશે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે નારાયણ રાણેએ તાજેતરમાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે.
નારાયણ રાણે મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા છે અને હવે ભાજપનો દામન થામ્યો છે ત્યારે તેમને ભાજપ મિત્ર તરીકે રાજકીય વિશ્લેષકો ગણાવી રહ્યા છે. જયારે રાણેએ કોંગ્રેસ છોડયુ ત્યારે જ રાજકીય સમીકરણો રચાવા લાગ્યા હતા. રાણે નવો પક્ષ રચશે કે અન્ય કોઇ પક્ષમાં જોડાશે તે અંગે અટકળો થવા લાગી હતી.
હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ ૧લી ઓકટોબરે પોતાની અલાયદી રાજકીય પાર્ટી રચવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે – ભલે મારો અલગથી રાજકીય પક્ષ રચાય આમ છતાં હું ભાજપને ટેકો આપવાનું ચાલુ રાખીશ.
તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી ચુકયા છે. નારાયણ રાણે મહારાષ્ટ્રમાં સારી એવી વોટ બેંક ધરાવે છે. તેઓ દેશના નંબર વન રાજય મહારાષ્ટ્રના એક તબકકે મુખ્યમંત્રી રહી ચૂકયો છે. જયારે તેમણે બીજેપીમાં જોડાવાની પહેલ કરી ત્યારે શિવસેના (ઉઘ્ધવ ઠાકરે) તેમજ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (રાજ ઠાકરે) એ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણે અને ખુદ નારાયણ રાણે મહારાષ્ટ્રમાં યોજાયેલા છેલ્લા વિધાનસભા ચુંટણીમાં પોતાનો ગઢ ગણાતા મુંબઇની બ્રાંદ્રા બેઠક પરથી જ હારી જતાં કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો.