રાજયના તમામ 33 જિલ્લા અને 8 મહાનગરમાં ભાજપના કાર્યકરોએ વેપારીઓને સાથે રાખી રાહુલ ગાંધી વિરૂધ્ધ સુત્રોચ્ચાર પોકાર્યા: રાહુલ માફી માંગે તેવી માંગણી
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં આસામમાં એક જનસભા દરમિયાન ગુજરાતના વેપારીઓ અંગે કરેલા અશોભ જાય વાણી વિલાસ બાદ રાજયભરમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. રાહુલ ગાંધીના નીવેદનના વિરોધમાં ગઇકાલે સાંજે ભાજપ દ્વારા રાજયભરમાં રાહુલ વિરૂદ્ધ ઉગ્ર દેખાવો યોજવામાં આવ્યા હતા. રાજકોટમાં કિશાન પરા ચોકમાં ભાજપના આગેવાનો કાર્યકરો અને મહિલા અગ્રણી તથા વેપારીઓએ દેખાવો યોજયા હતા અને સુત્રોચ્ચાર પોકાર્યા હતા. ગુજરાતની પુજી અને વેપારીઓની રાહુલ ગાંધી માફી માંગે તવી પણ માંગણી કરવામાં આવી હતી.
ભાજપના નેતાઓએ આક્રોશભેર જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે સરદાર સહિત ગુજરાતનું નેતૃત્વ અને ગુજરાતની પ્રજાને અપમાનિત કરવાનું કોંગ્રેસને ક્યારેય બાકી રાખ્યું નથી કોંગ્રેસ નો ઇતિહાસ છે કે હર હંમેશ ગુજરાતના વિકાસમાં રોડા રોડા નાખવા આજે કોંગ્રેસની મલિન રાજનીતિ ફરી ઉજાગર થઇ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આસામની જનસભામાં ગુજરાતના વેપારીઓ માટે બેફામ વાણીવિલાસ કરીને ગુજરાતની પ્રજા અને સમગ્ર નાના મોટા તમામ વેપારીઓને અપમાનિત કર્યું છે રાહુલ ગાંધી અને કોંગ્રેસે જાહેરમાં માફી માગવી જોઈએ વારંવાર આ પ્રકારની મલિન રાજ રીતે કરીને કોંગ્રેસ પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે હવાતિયાં મારે છે તેના વિરોધમાં પ્રદેશ ભાજપ તરફથી 33 જિલ્લા અને આઠ મહાનગરોમાં ઉગ્ર વિરોધ કાર્યક્રમ યોજાયા કોંગ્રેસ અને રાહુલ ગાંધી જાહેરમાં માફી માગે તેવા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતી શાણી અને સમજુ પ્રજા કોંગ્રેસની માનસિકતા ફરી જાણી ગઈ છે તે પરિણામ સ્વરૂપ ચૂંટણીના જંગમાં તેને તેનું સ્થાન પ્રજા બતાવી દેશે ગુજરાત અને ગુજરાતની અસ્મિતા પર વારંવાર હુમલા કરનાર કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓને ગુજરાતની પ્રજા ક્યારેય માફ નહીં કરે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપને જાણો નવો મુદો મળી ગયો હોય તેવુ લાગી રહ્યુ છે.
રાજકોટમાં આ કાર્યક્રમમાં ધનસુખભાઇ ભંડેરી, નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ઉદયભાઇ કાનગડ, કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી, જીતુભાઇ કાટોડીયા, પ્રદિપભાઇ નિર્મલ, દિનેશભાઇ કારીયા, વિક્રમભાઇ પુજારા, હારૂનભાઇ શાહમદાર, અશોકભાઇ લુણાગરીયા, અનિલભાઇ મકવાણા, અશ્ર્વિભાઇ મોલીયા, દશરથસિંહ વાળા, મહિલા મોરચાના નયનાબેન વજીર, કિરણબેન માંકડીયા, અલ્કાબેન કામદાર, દક્ષાબેન વસાણી, રક્ષાબેન જોશી, રીટાબેન પટેલ, જાગૃતિબેન ભાણવડીયા, કિન્નરીબેન ચૌહાણ સહિત ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર ભાઇઓ-બહેનો જોડાયા હતાં.