જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકામાં ભાજપના સુપડાં સાફ થશે: કોંગ્રેસ
કચ્છ જીલ્લા પંચાયતની બેઠકોનો આખરી આદેશ ૧/૧૦/૨૦૨૦ ના બહાર પાડવામાં આવેલ છે. જેમાં જીલ્લા પંચયાયતની પાંચ બેઠકો ઉપર ફેરફારો કરવામાં આવેલ છે. આ ફેરફારમાં ભાજપના રાજકીય દબાણ હેઠળ કચ્છ ભાજપના પાટીદાર નેતાઓને જીલ્લા પંચાયતની ચુંટણી ન લડી શકે તે માટે બેઠકોમાં ફેરફાર કરાવી કદ પ્રમાણે વેતરી નાખવામાં આવેલ છે. જેમાં મુખ્ય માધાપરની બેઠક સૃમગ્ર કચ્છમાં ચર્ચાનો વિષય બનેલ છે. આ બેઠક પ્રથમ આદેશમાં સામાન્ય જાહેર કરાઇ હતી. અગાઉ આ બેઠક સામાન્ય સ્ત્રીની હતી. જેથી આ બેઠક ઉપર જીલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન જયંત માધાપરિયા ચુંટણી લડવા તૈયારી કરી રહેલ હતા અને ભાજપના સીનીયર નેતા પણ ગણાય પરંતુ એક જુથ દ્વારા સરકારના દબાણ લાવી જયંત માધાપરિયા ન લડી શકે તે માટે સામાન્ય બેઠકને ફરીથી પુન: સ્ત્રી સામાન્ય કરેલ છે. નિયમ મુજબ અગાઉની ચુંટણીમાં સામાન્ય સ્ત્રી હોય ત્યાં બીન અનામત સામાન્ય કરવાની હોય છે. તેમ છતાં નિયમને તાક ઉપર મુકી એક જુથ દ્વારા પોતાનું ધાર્યુ કરાવેલ છે.તેવી જ રીતે અંજાર તાલુકાની ખેડોઇ બેઠક ગત ચુંટણીમાં સામાન્ય સ્ત્રી હતી અને પ્રથમ આદેશમાં સામાન્ય જાહેર થયેલ હતી તેમ છતાં રાજકીય બદઇરાદાથી ભાજપના નેતાઓ દ્વારા આ બેઠક પણ સ્ત્રી અનામત કરી નાખેલ છે. ભાજપની અંદરો અંદરની લડાઇ તથા ટાંટીયા ખેંચ ના કારણે જબરજસ્ત ગ્રુપીઝમ ચાલી રહેલ છે.
રાજય ચુંટણી પંચ દ્વારા નિયમોનું પાલન કરાવેલ નથી અને જે રોટેશન મુજબ બેઠકો બદલતી રહેલી જોઇએ તેના બદલે માત્ર રાજકીય હિસાબો કરવા માંગતા ભાજપના નેતાઓને ચુંટણી પંચ ઘુંટણીયેે પડેલ છે. પરંતુ ભાજપ દ્વારા ગમે તેટલા પેતરા કરવામાં આવે તો પણ આગામી ચુંટણીઓ જીલ્લા, તાલુકા, નગરપાલિકાઓમાં ભાજપનાં સુપડા સાફ થવાના છે. અત્યારે કચ્છની જનતા, ખેડુતો, વેપારીઓ, યુવાનો તમામ વર્ગ બેહાલ છે. જેનું પરિણામ ભાજપને ભોગવવું પડશે. એવો દાવો કોંગ્રેસ પક્ષના આગેવાન અને કચ્છ જીલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુબલે કર્યો હતો એવું કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રવકતા દિપક ડાંગર દ્વારા જણાવાયું છે.