ભાજપા દ્વારા ૭- ૧૨ નવેમ્બર સમગ્ર ગુજરાતમાં આવેલ ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનના અંતિમ દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડા જીલ્લાના કઠલાલ ખાતે અભિયાનમાં જોડાઇ ભાજપાની વિકાસ અને રાષ્ટ્રવાદની કાર્યપધ્ધતિને જનજન સુધી પહોચાડી હતી. કઠલાલ ખાતે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બિમલભાઇ શાહ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું કઠલાલના પ્રજાજનો, યુવાનો, મહિલાઓએ કુમકુમ તિલક કરી, સાફો પહેરાવી વિવિધતા સભર સ્વાગત કર્યુ હતું. ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા સો સમગ્ર કઠલાલનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વાગત-સન્માનના પ્રત્યુત્તરમાં કઠલાલના નાગરિકોને સંબોધતા જણાવ્યું હતુ કે, વિકાસ એ ભાજપાનો મિજાજ છે અને ગુજરાતની જનતાને તેના આશિર્વાદ છે. ભાજપા હકારાત્મકતા અને પ્રગતિના માર્ગે ચાલે છે જ્યારે કોંગ્રેસ નકારાત્મકતા અને વિવાદના માર્ગે કાર્ય કરે છે. કોંગ્રેસના ગુજરાત વિરોધી, વિકાસ વિરોધી વલણને ખેડાના મતદારો અને સમગ્ર રાજ્યના મતદારો જાકારો આપી ગુજરાતનું ગૌરવ વધારે તેવી કઠલાલના નગરવાસીઓને અપીલ કરી હતી.
Trending
- રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ બકુલ રાજાણીની પેનલનો પરાજય
- સુરતનું ઈચ્છાપોર પોલીસ સ્ટેશન દેશનું સર્વશ્રેષ્ઠ પોલીસ મથક
- કુડા કચ્છના નાના રણમાં નર્મદાનું પાણી ફરી વળતાં અગરિયાઓને નુકસાન
- ફિલ્મ “કાશી રાઘવ”ની સ્ટાર કાસ્ટ બનશે રાજકોટની મહેમાન
- Ahmedabad B*last:પાર્સલ ખોલતા જ બ્લા*સ્ટ થતાં 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત
- રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના કરાઈ
- મહાકુંભ 2025: મહાકુંભમાં પહેલીવાર ફાયર રોબોટનો થશે ઉપયોગ ,આ રીતે કરશે કામ
- સુરતીલાલાઓને આજ થી જલસા! સુવાલી બીચ ફેસ્ટિવલનો શુભારંભ