ભાજપા દ્વારા ૭- ૧૨ નવેમ્બર સમગ્ર ગુજરાતમાં આવેલ ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનના અંતિમ દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડા જીલ્લાના કઠલાલ ખાતે અભિયાનમાં જોડાઇ ભાજપાની વિકાસ અને રાષ્ટ્રવાદની કાર્યપધ્ધતિને જનજન સુધી પહોચાડી હતી. કઠલાલ ખાતે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બિમલભાઇ શાહ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું કઠલાલના પ્રજાજનો, યુવાનો, મહિલાઓએ કુમકુમ તિલક કરી, સાફો પહેરાવી વિવિધતા સભર સ્વાગત કર્યુ હતું. ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા સો સમગ્ર કઠલાલનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વાગત-સન્માનના પ્રત્યુત્તરમાં કઠલાલના નાગરિકોને સંબોધતા જણાવ્યું હતુ કે, વિકાસ એ ભાજપાનો મિજાજ છે અને ગુજરાતની જનતાને તેના આશિર્વાદ છે. ભાજપા હકારાત્મકતા અને પ્રગતિના માર્ગે ચાલે છે જ્યારે કોંગ્રેસ નકારાત્મકતા અને વિવાદના માર્ગે કાર્ય કરે છે. કોંગ્રેસના ગુજરાત વિરોધી, વિકાસ વિરોધી વલણને ખેડાના મતદારો અને સમગ્ર રાજ્યના મતદારો જાકારો આપી ગુજરાતનું ગૌરવ વધારે તેવી કઠલાલના નગરવાસીઓને અપીલ કરી હતી.
Trending
- બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખપદે ચેતન પી. સોરિયાનો વિજય
- શિક્ષણ-જગત શર્મસાર: લંપટ શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલા
- ટેક્સટાઈલ ક્ષેત્રમાં ગુજરાતની કંપનીઓ કરશે રૂ. 250 કરોડનું રોકાણ
- ઋગ્વેદ અને સામવેદમાં પણ સંગીત ચિકિત્સાનો ઉલ્લેખ: સંગીત માનવ જીવનનું અભિન્ન અંગ
- Lookback 2024: 2024 ના ચર્ચિત ટેક વિવાદો
- કુંભ સ્પેશિયલ ટ્રેન – અમદાવાદથી કોટા થઈને પ્રયાગરાજ સુધી દોડશે, આ હશે ટાઈમ ટેબલ
- Year Ender 2024: માં આ Sedan કારોએ લોકોના દિલમાં બનાવી જગ્યા…
- જર્મની : તેજ રફતાર વાહને લોકોને ક*ચડ્યા,11ના મો*ત 80 થી વધુ ઘા*યલ,સાઉદી વ્યક્તિની ધરપકડ