વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્ર્વનાથ મંદીરમાં દર્શન કર્યા બાદ
દીનદયાળ સંકુલમાં જાહેર સભા સંબોધી: મતદારોનો આભાર માન્યો
લોકસભાની ચુંટણીમાં પ્રચંડ જનાદેશ મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના મતક્ષેત્રમાં જઇને કાશી વિશ્વનાથના દર્શન કરીને દીન દયાળ સંકુલમાં જાહેર સભા સંબોધી હતી જયાં તેઓએ મતદારોનો આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે લોકતંત્ર ભાજપની આત્મા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીની મુલાકાત લઇને કાશી વિશ્ર્વનાથ મંદીરે પૂજા અર્ચના કરી હતી. લોકસભા ચુંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ પ્રથમ વખત વારાણસી પધારેલા મોદીના શાહી સ્વાગત કરવા માટે જનતા અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ વર્તાયો હતો. વડાપ્રધાનનું અહિં પુષ્પવૃક્ષિથી જાજરમાન સ્વાગત કરાયું હતું.
કાશી વિશ્વનાથમંદીરમાં દર્શન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીનદયાળ સંકુલ ખાતે જાહેર સભા સંબોધી હતી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે હું ભાજપના કાર્યકર્તાના આદેશનું પાલન કરૂ છું.તેમનો સંતોષ જ મારો જીવનમંત્ર છે ચૂંટણીમાં કાશીને લઇન. નિશ્ચિત હતો તેથી જ બાબા કેદારનાથના દરબારમાં જઇને બેસી ગયો હતો.
વધુમાં તેઓએ કહ્યું કે પાર્ટી અને કાર્યકર્તા જે આદેશ કરે છે તેનું પાલન કરવાનો ભરપુર પ્રયાસ કરું છું એક માસ પહેલા જયારે રપ તારીખે હું અહીં હતો જે શાનબાનની સાથે કાશીએ એક વિશ્ર્વરુપ દેખાડયું હતું. હિન્દુસ્તાનનો કોઇ ખુણો એવો ન હતો જેને કાશીના મિજાજનો અનુભવ ન કર્યો હોય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યુ કે લોકતંત્ર ભાજપની આત્મા છે અમારામાં ખામી હોઇ શકે છે પરંતુ અમાર મનોબળ મકકમ છે યોગી આદીત્યનાથના શાસનમાં ઉતર પ્રદેશનો ખુબ વિકાસ થયો છે. કાશીની જનતાએ મારા ઉપર વિશ્વાસ રાખ્યો તે બદલ હું તેમનો આાર માનું છું. અંતમાં તેઓએ કહ્યું કે અગાઉ વિપક્ષનું અસ્તિત્વ જ ન હતુ ભાજપના આવ્યા પછી લોકશાહીના નિયમ મુજબ વિપક્ષનું અસ્તિત્વ અમલમાં આવ્યું છે.