ભારતના વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી સત્તારૂઢ થયા બાદ દેશભરમાં ચા અને ચા વાળાનું વર્ચસ્વ વધી ગયું છે. એક ચા વેંચનાર વ્યક્તિ દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકતો હોવાની કિર્તી ભારત જેવા વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રએ હાસલ કરી છે.
કેન્દ્રીય ગૃહ અને સરકારી મંત્રી અમિતભાઈ શાહે ગઈકાલે પોતાના લોકસભા મત વિસ્તાર એવા ગાંધીનગરના રેલવે સ્ટેશન ખાતે મહિલા સ્વસહાય જૂથના આર્થિક ઉત્થાન અર્થે ફાળવવામાં આવેલા ટી-સ્ટોલનું લોકાર્પણ ર્ક્યું હતું. આ તકે ભારતીય રાજનીતિના ચાણક્ય ગણાતા અમિતભાઈ ચા પીવાની પોતાની તલબને રોકી શક્યા ન હતા.
સામાન્ય રીતે એવું હોય છે કે, ચા પીવાની મજા એકલી ક્યારેય આવતી હોતી નથી. ગુજરાતના નવા નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે અમિતભાઈએ રેલવે સ્ટેશન પર ટી સ્ટોલ પર ઉભા રહીને માટીની કુયડીમાં ચાની ચૂસ્કી લગાવી હતી.