હૈયે હૈયુ દળાય તેટલો જન સમુદાય ઉમટી પડયો: પાથરણા, ખુરશીઓ પણ ટુંકી પડી: ઠેર ઠેર સ્વાગત: સભામાં બહેનોની વિશેષ ઉ૫સ્થિતિ તે ભાજપની જીતની નિશાની

લાલપુર તાલુકાના પડાણા ગામેથી પવન વેગી પ્રચારનો પ્રારંભ પુનમબેન માડમે કરાવ્યો હતો. ત્યારે હૈયે હૈયું દળાય તેટલી જન સમુદાય ઉમટયો પાથરણા, ખુરશીઓ ઘટી પડી હતી.સાફો અને શકિત (તલવાર)ની ભેટ ક્ષત્રીય સમાજના અગ્રણીઓએ અર્પણ કરેલ હતી. કુમ કુમ તિલક, પુષ્પગુચ્છ ફુલહારથી શાનદાર સ્વાગત કરાયું હતું. ખુલ્લી જીપમાં જનમેદનીનો સંદેશો પુનમબેન માડમે સાંભળ્યો હતો. પુનમબેન પ્રધાન બનશે એવી મચ્છુઆઇને પ્રાર્થના ભરવાડ રબારી સમાજે (મચ્છુબેરાજા) કરી હતી.28928851 95a3 4319 bfac 970da74ce6f5 1

લાલપુરના પડાણા મચ્છુ બેરાજા, નવીપીયર સહીત જાહેર સભાઓ તાલુકાના છેવાડા ગામેથી સ્યભું ઉમટતા કર્મઠ કાર્યકરો અને મતદારો,લોકશાહી પરીપકવ થઇ છે પુનમબેનની સભામાં બહેનોની વિશાળ ઉ૫સ્થિતિએ ભાજપની જીતની શુભ નિશાની છે. કોંગ્રેસના અગ્રણી કાર્યકરોએ કેસરીયા ખેસ ધારણ કર્યા  કોંગ્રેસ ને રામ રામ કર્યા હતા.

લાલપુર તાલુકાના સાંસદના ચુંટણી પ્રચારમાં ગામે ગામથી આગેવાન કાર્યકરો, ચુંટાયેલા સભ્યો, સંગઠન પાંખના હોદેદારો, સરપંચો, બુથ સમીતીના કાર્યકરો, વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, સહકારી અગ્રણીઓ સાથે પૂર્વમંત્રી ચિમનભાઇ સાકારીયા, જીલ્લા પંચાયત સદસ્ય ગોવુભા ડાડ, અમરીબેન વરૂ, લખુભાઇ વરૂ, તા.પ. પૂર્વ પ્રમુખ પાલાભાઇ કરમુર, કરણસિંહ જાડેજા તા.પ. પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજા પૂર્વ જી.પ. સદસ્ય સમીરભાઇ ભેસદડીયા, તાલુકા ભાજપ પ્રમુઅ અરશીભાઇ ગાગલીયા, પ્રવિણસિંહ જાડેજા, કે.બી. ગાગીયા, પ્રતિક્ષાબા જાડેજા, પ્રદયુમનસિંહ ઝાલા, માલદેભાઇ ચાવડા, બાબુભાઇ મકવાણા, ધનાભાઇ કાંબરીયા, જયંતિભાઇ માકડીયા, મગનભાઇ માણાવદરીયા, કાનાભાઇ  આંબારીયા, કનુભાઇ કટંગીયા, કિશોરભાઇ અકબરી ભરવાડ જયેશભાઇ તૈરેયા, સમાજના બાલારાજા ભગત, ધેલાબાપા, પરબતભાઇ વરૂ, ગોરધનભાઇ જાહિદભાઇ મલેક, પ્રવિણભાઇ માડમ, રાજીબેન, ભરતભાઇ સહીત તાલુકાના ભરવાડ સમાજ દલવાડી સમાજ, દલીત સમાજ, ક્ષત્રીય  સમાજ, આહિર સમાજ કોળી સમાજ, ખોજા સમાજ બ્રહ્મસમાજ લધુમતિ મુસ્લીમ સમાજ, સહીતા સમાજોના પુરા અંત સાથે સૌ અગ્રણીઓ પુનમબેન સાથે છે તેવો કોલ આપેલ.

ઉ૫સ્થિત સૌ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીની કામગીરી રાજય સરકારની અનેક યોજનાઓ ત્થા કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારની તથા યોજનાઓની છણાવટથી જાણકારી આપેલ હતી.રાજય સરકાર દ્વારા ૬૬ કે.વી. સબ સ્ટેશનથી માંડી પાયાની સુવિધામાં રસ્તાઓ, પીવાનું પાણી, આરોગ્ય, શાળાના ઓરડાઓ, સિંચાઇ યોજનાઓ તથા કેન્દ્ર સરકાર દ્વારા યોજનાકીય કામગીરીમાં જનધન યોજના સહીત તેમજ લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપ નેશનલ હાઇવે સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ભાજપ સરકાર મજબુત સરકારમાં સૌને સહભાગી બનવા અપીલ કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.